સજાના વોરંટમાં બે વર્ષથી ફરાર કુંભારવાડાનો જયદીપ ઝડપાયો

સજાના વોરંટમાં બે વર્ષથી ફરાર કુંભારવાડાનો જયદીપ ઝડપાયો
સજાના વોરંટમાં બે વર્ષથી ફરાર કુંભારવાડાનો જયદીપ ઝડપાયો

સજાના વોરંટમાં બે વર્ષથી ફરાર કુંભારવાડાના જયદીપ મચ્છોયાને એ ડીવીઝન પોલીસે બસપોર્ટ પાછળથી દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  પ્રાપ્ત વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં એએસઆઇ એમ.વી.લુવા, હેડ કોન્સ્ટેબલ કલ્પેશ બોરીચા, રઘુવીર ઇસરાણી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એસ.ટી. બસપોર્ટના પાછળના ભાગે જય અંબે ચા પાસેથી છેલ્લા બે વર્ષથી સજાના વોરંટમાં નાસતા ફરતા જયદીપ વિનોદ મચ્છોયા (રહે. કુંભારવાડા શેરી નં.1ર, કેનાલ રોડ)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.