શોપિયામાં એન્કાઉન્ટર: સેનાએ એક (1) આતંકીને ઠાર માર્યો

    J&K-SHOPIYA-ENCOUNTER-TERRORIST
    J&K-SHOPIYA-ENCOUNTER-TERRORIST

    શોપિયાં જિલ્લામાં આતંકી સંગઠન

    Subscribe Saurashtra Kranti here.

    જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટરમાં શનિવારની સાંજથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસે એન્કાઉન્ટર સંબંધિત એક અપડેટ જાહેર કર્યું છે. શોપીયાંના રાવલપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે. આ વિસ્તારમાં ૨-૩ આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા હોવાની જાણ થતાં સંયુક્ત ઓપરેશન હેઠળ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ આતંકીઓએ ફાયિંરગ શરૂ કર્યું હતું. આતંકવાદીઓની ગોળીબાર બાદ એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી. હાલ એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.

    Read About Weather here

    ગઈકાલે જમ્મુ-કાશ્મીરના શોપીયાં જિલ્લામાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે શોપિયાં પોલીસે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતા સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકો પાસેથી વાંધાજનક સામગ્રી મળી આવી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here