શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સમાં ૫૮૫ અંકનો ઘટાડો (42)

    sensex-શેરબજાર
    sensex-શેરબજાર

    Subscribe Saurashtra Kranti here.

    શેરબજારમાં મોટો કડાકો

    આજે સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ભારે ઉતાર ચઢાવ પછી લાલ નિશાન સાથે બંધ થયું છે. આજે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈંડેક્સ સેન્સેક્સ ૫૮૫.૧૦ પોઈન્ટ એટલે કે ૧.૧૭ ટકા ઘટી ૪૯૨૧૬.૫૨ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૧૬૩.૪૫ પોઈન્ટ એટલે કે ૧.૧૧ ટકાના ઘટાડા સાથે ૧૪૫૫૭.૮૫ના સ્તરે બંધ થયો હતો. છેલ્લા સપ્તાહે બીએસઈનો ૩૦ શેર વાળો સેન્સેક્સ ૩૮૬.૭૬ પોઈન્ટ એટલે કે ૦.૭૮ ટકાના લાભમાં રહૃાો હતો. પરંતુ આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ઘટાડા સાથે બંધ થયો છે.

    દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે આઈટીસી, બજાજ ઓટો, હીંડાલ્કો, ગ્રાસિમ અને ભારતી એરટેલના શેર વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈંફોસિસ, એચસીએલ ટેક, ડિવિસ લૈબ, ડોક્ટર રેડ્ડી અને હીરો મોટોકોર્પના શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

    અમેરિકામાં ફેડ રિઝર્વએ કહૃાું કે, દેશની આર્થિક ગ્રોથ અંદાજીત ૪૦ વર્ષમાં સૌથી મજબૂત છે. એટલા માટે વ્યાજદરોને જે હતા તે પ્રમાણે જ રાખવામાં આવ્યા છે. જેનાથી દૃૂનિયાભરની બજારમાં વધારો થશે. અમેરિકામાં કા ડાઓ જોંસ ૦.૫૮ ટકા વધીને ૩૩,૦૧૫ પોઈન્ટ ઉપર બંધ થયો હતો. તો જાપાનનો નિક્કેઈ ઈંડેક્સ ૧.૦૫ ટકા વધી ૩૦૨૨૭ પર પહોંચ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈંડેક્સમાં પણ ૧.૫૧ ટકાનો વધારો થયો છે.

    આજે બજાર તેજી સાથે ખુલ્યુ હતું. શેરમાર્કેટની શરૂઆતમાં સેન્સેક્સ ૪૩૮.૧૨ પોઈન્ટ એટલે કે ૦.૮૮ ટકાના વધારા સાથે ૫૦૨૩૯.૭૪ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિટી ૧૩૪.૬૦ પોઈન્ટ એટલે કે ૦.૯૧ ટકાના વધારા સાથે ૧૪૮૫૫.૯૦ના સ્તરે ખુલ્યો હતો.

    Read About Weather here

    બુધવારે સતત ચોથા દિવસે શેર બજાર લાલ નિશાન પર બંધ થયુ હતું. સેન્સેક્સ ૫૬૨.૩૪ પોઈન્ટ એટલે કે ૧.૧૨ ટકાના ઘટાડા સાથે ૪૯૮૦૧.૬૨ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિટી ૧૮૯.૧૫ પોઈન્ટ એટલે કે ૧.૨૭ ટકાના ઘટાડા સાથે ૧૪૭૨૧.૩૦ સ્તરે બંધ થયો હતો.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here