શનિથી સોમ વાતાવરણ અસ્થિર; માવઠા થશે: મંગળ-બુધ પારો 43 ડીગ્રીને આંબશે

શનિથી સોમ વાતાવરણ અસ્થિર; માવઠા થશે: મંગળ-બુધ પારો 43 ડીગ્રીને આંબશે
શનિથી સોમ વાતાવરણ અસ્થિર; માવઠા થશે: મંગળ-બુધ પારો 43 ડીગ્રીને આંબશે

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ગરમીનો પ્રકોપ છે. આવતા દિવસોમાં છુટા છવાયા માવઠા વચ્ચે પણ આકાશમાંથી અગનવર્ષા ચાલુ રહેશે અને આગામી મંગળ-બુધવારે તાપમાનનો પારો 43 ડીગ્રીને પણ વટાવી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે ગત આગાહીમાં તા.8 થી 10 એપ્રિલમાં તાપમાન 40 થી 42 ડીગ્રીની રેન્જમાં પહોંચવાનું સુચવ્યું હતું તે મુજબ છેલ્લા 3 દિવસ આકરો તાપ રહ્યો હતો. ગઇકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 41.7 ડીગ્રી હતું. અમદાવાદનું 41.5 ડીગ્રી, ભુજનું 41.1, ગાંધીનગરનું 41 ડીગ્રી હતું. તે નોર્મલ કરતા ત્રણ ડિગ્રી વધુ હતું. સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 41.5 ડીગ્રી હતું તે નોર્મલ કરતા બે ડીગ્રી વધુ હતું.

તા.11 થી 17 એપ્રિલની આગાહીમાં તેઓએ કહ્યું કે રાજ્યમાં તા.13 થી 15 એપ્રિલ દરમ્યાન વાતાવરણ અસ્થિર બનવાની સંભાવના છે. ગુજરાતના પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં હાલ પણ આ સ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેની અસર પાડોશી રાજ્યના સરહદી ભાગોમાં પણ પહોંચતી હોય છે. તેના પ્રભાવ હેઠળ ગુજરાતમાં તા.13 થી 15 (શનિ થી સોમવાર) સુધીમાં એકાદ-બે દિવસ છૂટા છવાયા વિસ્તારોમાં માવઠારૂપી ઝાપટા વરસવાની સંભાવના છે.

જો કે અસ્થિર વાતાવરણ વચ્ચે પણ તાપમાન ઉંચુ જ રહી શકે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ નોર્મલ તાપમાન 39 ડીગ્રી ગણાય છે. તા.14 એપ્રિલ  સુધી તાપમાન નોર્મલ કે તેનાથી ઉંચુ જ રહેશે અને 39 થી 42 ડીગ્રીની રેન્જમાં રહી શકે છે. તા.15મીથી તાપમાન વધુ વધીને 40 થી 42 ડીગ્રીની રેન્જમાં રહેશે. તા.16-17 એપ્રિલમાં તાપમાન વધુ ઉંચકાશે અને પારો 41 થી 17 એપ્રિલમાં તાપમાન વધુ ઉંચકાશે અને પારો 41 થી 43 ડીગ્રીની રેન્જમાં પહોંચશે. અમુક ગરમ સેન્ટરમાં પારો 43 ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના છે.

આગાહીના સમયગાળા દરમ્યાન પવનની દિશા મુખ્યત્વે પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચીમની રહેવાની સંભાવના વચ્ચે એકાદ-બે દિવસે પવન ફરશે. સામાન્ય રીતે પવનની ગતિ નોર્મલ જ રહેશે છતાં સાંજ થી રાત સુધીના ગાળામાં જોર વધુ હશે અને 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.