વોર ૨નું શૂટિંગ જુનિયર NTRએ

વોર ૨નું શૂટિંગ જુનિયર NTRએ
વોર ૨નું શૂટિંગ જુનિયર NTRએ

હૃતિક રોશનની ‘વૉર ૨’ના શેડ્‍યુલ માટે જુનિયર NTR મુંબઈ આવી ગયો છે. એનું શૂટિંગ દસ દિવસ ચાલવાનું છે. સેટ પરના ફોટો કે પછી વિડિયો લીક ન થાય એ માટે સખત નિયમો રાખવામાં આવ્‍યા છે. આ ફિલ્‍મને લઈને લોકોની આતુરતા વધવા માંડી છે. આ ફિલ્‍મમાં કિયારા અડવાણી લીડ રોલમાં દેખાશે. જુનિયર NTR વિલનના રોલમાં દેખાવાનો છે. મુંબઈ આવતાં જ તેનો નવો લુક પણ દેખાયો છે. કલીના ઍરપૉર્ટ પર તેને જોતાં જ ફોટોગ્રાફર તેને ક્‍લિક કરવા માટે ભેગા થઈ ગયા હતા. આ ફિલ્‍મ આવતા વર્ષે ૧૪ ઑગસ્‍ટે રિલીઝ થવાની છે.