વોડાફોન આઇડીયાનો રૂા.18000 કરોડનો FPO ખુલ્યો: રૂા.10 થી 11ની ‘પ્રાઇઝબેન્ડ’

વોડાફોન આઇડીયાનો રૂા.18000 કરોડનો FPO ખુલ્યો: રૂા.10 થી 11ની ‘પ્રાઇઝબેન્ડ’
વોડાફોન આઇડીયાનો રૂા.18000 કરોડનો FPO ખુલ્યો: રૂા.10 થી 11ની ‘પ્રાઇઝબેન્ડ’

ભારતીય ટેલીકોમ કંપની વોડાફોન આઇડીયા લીમીટેડનો રૂા.18000 કરોડનો એફપીઓ આજથી ખુલ્લો મુકાયો છે જે 22 એપ્રિલે બંધ થશે. કુલ ઓફર સાઇઝમાં ઇક્વીટી શેર્સના ફ્રેશ ઇસ્યુનો સમાવેશ થાય છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ રૂા.10 થી 11ની ફ્કિસ કરવામાં આવી છે. ઇન્વેસ્ટરો ન્યુનત્તમ રૂા.1298 ઇક્વીટી શેર અને ત્યારબાદ 1298 શેરના ગુણાંકમાં અરજી કરી શકશે.આજથી એફપીઓ ખુલ્લો મુકાયા પૂર્વે તા.16મીએ એન્કર ઇન્વેસ્ટરો માટેની બીડીંગ રાખવામાં આવી હતી

કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂથી મળનારી કુલ રકમનો ઉપયોગ (1) રૂ. 1,27,500 મિલિયન (રૂ. 12,750 કરોડ) ના મૂલ્યના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે ઉપકરણોની ખરીદી માટે જેમાં (એ) નવી સાઇટ્સ 4G સાઇટ્સ ઊભી કરવા (બી) હાલની 4G સાઇટ્સની તથા નવી 4G સાઇટ્સની ક્ષમતા વિસ્તારવા (સી) નવી 5G સાઇટ્સ ઊભી કરવા (2) ટેલિકોમ વિભાગને સ્પેક્ટ્રકમ માટે તથા જીએસટીને બાકીના પેમેન્ટની ચૂકવણી માટે જેનું મૂલ્ય રૂ. 21,753.18 મિલિયન (રૂ. 2,175 કરોડ) થાય છે તથા (3) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે 

11 એપ્રિલ, 2024ના રોજ આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. કંપનીને 8 એપ્રિલ, 2024ના રોજ દરેક લેટર્સને અનુલક્ષીને ઇક્વિટી શેર્સના લિસ્ટિંગ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) અને બીએસઈ લિમિટેડ (બીએસઈ) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.એક્સિસ કેપિટલ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટસ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.