વીમા પોલિસીમાં ઈરડા દ્વારા ઐતિહાસિક ફેરફારો: જેવી જરૂરિયાત તેવી પોલિસી ખરીદી શકાશે

વીમા પોલિસીમાં ઈરડા દ્વારા ઐતિહાસિક ફેરફારો: જેવી જરૂરિયાત તેવી પોલિસી ખરીદી શકાશે
વીમા પોલિસીમાં ઈરડા દ્વારા ઐતિહાસિક ફેરફારો: જેવી જરૂરિયાત તેવી પોલિસી ખરીદી શકાશે

ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ બીન જીવન વીમા પોલિસીમાં ઐતિહાસીક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે ગ્રાહક વાહન, સંપતિ અને દુર્ઘટના વીમો પોતાની જરૂરીયાત અને સુવિધા મુજબ ખરીદી શકશે.

આ પ્રકારની વીમા પોલિસીઓને નીતિ શબ્દાવલીથી હટાવવામાં આવી છે. નવા નિયમ લાગુ કરી દીધા છે.જોકે થર્ડ પાર્ટી મોટર વીમામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરાયો.

વાહન માલિકોને થશે મોટો ફાયદો:
જાણકારોનું કહેવુ છે કે ઈરડાની આ નવી વ્યવસ્થાથી વીમા ધારકોને ઘણો ફાયદો થશે. ખાસ કરીને વાહન ચાલકોને હાલમાં મોટર (વાહન)વીમા કવરેજ આખા વર્ષનું મળે છે.વાહન ચાલકો પાસે તેને લેવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. નવી વ્યવસ્થામાં વીમા ગ્રાહક જયારે વાહનનો ઉપયોગ કરશે એ સમયે સમયગાળા માટે વીમા કવર ખરીદી શકશે.

અર્થાત કોઈ વાહન માલીક સપ્તાહના અંત કે મહિનામાં એક વાર જ કારનો ઉપયોગ કરે છે તો તે ઓછી રકમવાળી વીમા પોલીસી ખરીદી શકશે. જેની કિંમત સામાન્ય પોલીસીથી ઓછી હશે.

વીમા ખર્ચમાં ઘટાડો થશે
જાણકારોનું કહેવુ છે કે આ સિવાય એવા ચાલકોને પણ રાહત મળશે. જે માત્ર વાહનને થનારા મોટા નુકશાન માટે વીમા કવર ઈચ્છે છે. પોતાના પૈસાથી નાના નુકશાનનો સામનો ખુદ ગ્રાહક કરી શકે છે. આ સ્થિતિમાં વીમાના ખર્ચમાં ઘટાડો આવશે.કંપનીઓ ઝડપથી આવા વીમા લાવી શકે છે.

દુકાનદારોને લાભ:
દુકાનદારો અને વેપારીઓ માટે પોતાના વ્યવસાય માટે 12 જુદા જુદા પ્રકારના જોખમ કવર કરનારી વીમા પોલીસી આપવામાં આવે છે. જેની કિંમત પણ વધુ હોય છે. જયારે નવી વ્યવસ્થામાં દુકાનદાર કે વેપારી પોતાની જરૂરીયાત મુજબ માત્ર આગ પૂર કે ભૂકંપ જેવી આપતિઓનાં કવર માટે વીમા પોલીસી ખરીદી શકશે.

બોર્ડની મંજુરી જરૂરી: આ બારામાં ઈરડા દ્વારા જાહેર સુચનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવા વીમા ઉત્પાદન તેમાં કવર થનાર બધા ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલ વિજ્ઞાપન વીમા કંપનીમાં બોર્ડ દ્વારા અનુમોદીત હોવા જોઈએ બોર્ડ પર નીતિઓનાં કાર્યાન્વયનની જવાબદારી હશે.