વીજ આંચકો લાગતા ખેડૂતનું થયું મોત

વીજ આંચકો લાગતા ખેડૂતનું થયું મોત
વીજ આંચકો લાગતા ખેડૂતનું થયું મોત

લાલપુર તાલુકાના વિજયપુર ગામેં વિજ આંચકો લાગ્યા બાદ ખેડૂતનું અપમૃત્યુ થયાનું સામે આવ્યું છે. ખેડૂત પાણીની મોટર ચાલુ કરવા જતાં તેને વીજ આંચકો લાગ્યો હતો. જેમાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગત અનુસાર લાલપુરના વિજયપુર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પોલાભાઈ મુરુભાઈ ભાદરકા નામના 50 વર્ષના ખેડૂતને પોતાની વાડીમાં ટ્રાન્સફોર્મર ની બાજુમાં આવેલી પાણીને મોટર ચાલુ કરવા જતાં સ્ટાર્ટર માંથી તેને એકાએક વિજ આંચકો લાગ્યો હતો અને દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.

 આ બનાવ અંગે મૃતકના પુત્ર લખમણભાઇ પોલાભાઈ ભાદરકાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.