વિશ્વભરમાં દર 13 મિનિટે થાય છે મોત…!!

વિશ્વભરમાં દર 13 મિનિટે થાય છે મોત…!!
વિશ્વભરમાં દર 13 મિનિટે થાય છે મોત…!!

હવાનું પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ એટલે સાદી ભાષામાં આપણી આસપાસની હવામાં હાનિકારક તત્વોની હાજરી અથવા તો એમ કહી શકાય કે આપણી આસપાસની હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જીત પણ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણ ફેલાવવામાં માનવસર્જીત પ્રવૃતિઓ જેવી કે જ્વલન, બાંધકામ, ખાણકામ, કૃષિ અને યુદ્ધનો મહત્વનો ફાળો છે.

વાહનો દ્વારા થતા ઇંધણના દહનને કારણે મહત્તમ વાયુ પ્રદૂષણ ફેલાય છે. વાતાવરણમાં કેટલાંક રસાયણો અને ચોક્કસ પ્રદાર્થોની હાજરીને વાયુ પ્રદૂષણ ગણાવી શકાય, જેમકે કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, ક્લોરોફ્લોરોકાર્બન (સીએફસી) અને નાઇટ્રોજન ઓકસાઈડ.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વાતાવરણ એ અત્યંત જટિલ, ગતિશક્તિ અને કુદરતી વાયુમય સિસ્ટમ છે. જે પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિને જીવન આપવા જરૂરી છે. વાયુ પ્રદૂષણના કારણે સમતાપ આવરણમાં આવેલા ઓઝોન વાયુના પડમાં પડેલા ગાબડાને ઘણા સમયથી માનવીના આરોગ્ય અને પૃથ્વીના પર્યાવરણ સામે એક મોટા પડકાર તરીકે ગણવામાં આવ્યો છે. વાસ્તવમાં રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણના કારણે વિશ્વમાં દર મિનીટે 13ના મોત થઇ રહ્યા છે.

વિશ્વભરમાં વાયૂ પ્રદૂષણથી થનારા મોતને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO ચોકાવનાર રિપોર્ટ જાહેર કર્યો છે.  સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26)ની આગેવાની હેઠળ શરુ કરવામાં આવેલી બેઠકમાં WHOએ પોતાનો ખાસ રિપોર્ટ જાહેર કરતાં ચેતવણી પણ આપી છે કે જો આગામી સમયમાં લોકો ચેતશે નહી તો ગંભીર પરિણામો અત્યંત ગંભીર જોવા મળે તેમ છે.

તેમજ આ પરિસ્થિતિની ગંભીર અસર બાળકો પર થઇ શકે છે. વિશ્વભરમાં જે શહેરોમાં વધુ પ્રમાણમાં વાયુ પ્રદુષણ છે તેમાં રહેતાં બાળકોમાં ન્યુમોનિયા, અસ્થમાં અને શ્વસનતંત્રમાં ચેપ લાગવા સંબંધી અન્ય રોગોનું વધુ પ્રમાણ થઇ શકે છે, તે ઉપરાંત નીચો પ્રાથમિક જન્મદર નોંધાઇ શકે છે.

યુવક-યુવતિઓના આરોગ્યની રક્ષા કરવા નવી દિલ્હી, ભારત જેવા શહેરોમાં સંરક્ષણાત્મક પગલાં લેવાઇ રહ્યા છે અને આ શહેરમાં ગાઢ ધુમ્મસના ત્રાસને નાબુદ કરવા બસો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ કરે છે.

શુદ્ધ હવા ધારો (Clean Air Act) 1970માં પસાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં 2002ની સાલમાં 14.6 કરોડ અમેરિકનો એવા વિસ્તારોમાં રહેતાં હતાં જ્યાં 1997ના નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડમાં નિર્ધારિત કરેલા પ્રદુષકોના એક પણ ધારાધોરણનું પાલન કરાતું નહોતું. આ પ્રદુષકોમાં ઓઝોન, રજકણીય પદાર્થો, સલ્ફર ડાયોક્સાઇડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ (nitrogen dioxide), કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide) અને સીસાંનો સમાવેશ થાય છે. બાળકો વધુ સમય સુધી બહાર રહેતાં હોય છે અને તેઓ બહારની હવા વધુ પ્રમાણમાં શ્વાસમાં લેતાં હોય છે તેથી તેઓને વાયુ પ્રદુષણનું સૌથી વધુ જોખમ રહે છે.

WHOએ ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવા આહવાન કર્યું હતું. આ બેઠક દરમિયાન WHOઓના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધોનામ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, કોરોના રોગચાળાએ મનુષ્યો, જાનવરો અને આપણા પર્યાવરણની વચ્ચે ધનિષ્ઠ અને નાજુક સંબંધો ઉપર પ્રકાશ પાડે છે.

તેમણે જણાવ્યું હતું કે, WHO તમામ દેશો પાસેથી ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે પર નિર્ણાયક કાર્યવાહી કરવા આહવાન કરે છે, તે આપણા હિતમાં છે.

Read About Weather here

WHOઓના આ રિપોર્ટને ઓપન લેટર તરીકે લોંચ કરવામાં આવ્યો છે, જેના ઉપર ગ્લોબલ હેલ્થ વર્કફોર્સના બે તૃતિયાંશથી વધારે અધિકારીઓના હસ્તાક્ષર કરાયા છે. આ રિપોર્ટ વિશ્વભરમાં ઓછામાં ઓછું સાડા ચાર કરોડ ડોક્ટરો અને સ્વાસ્થ્ય વ્યવસાયિકોનું પ્રતિનિધિત્વ કરતાં 300 સંગઠનો, રાષ્ટ્રીય નેતાઓ અને 26 દેશોના પ્રતિનિધિમંડળોને વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે પગલાં ભરવાની ભલામણ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here