વિરમગામમાં રૂ.20 હજારની લાંચ લેતા ભાજપના કોર્પોરેટરો ઝડપાયા

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ભોજવા ગામની સીમમાં તળાવમાંથી માટી ઉપાડવા બાબતે ભાજપના કોર્પોરેટરોએ રૂ.૩૦ હજારની માંગણી કરી હતી

વિરમગામમાં આવેલા માંડલ રોડ પર ભોજવા ગામની સીમમાં તળાવમાંથી માટી ઉપાડવા બાબતે ભાજપના ત્રણ કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર પાસે રૂ. ૩૦ હજારની લાંચ માંગતા રૂ.૨૦ હજારની લાંચ લેતા કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સહિત ભાજપના કોર્પોરેટરો પકડાઈ જતા રાજકીય વર્તુળોમાં હડકંપ મચી જવા પામ્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ વિરમગામમાં રહેતા અને માટી કામના કોન્ટ્રાક્ટર તરીકે એલ.સી.બી અમદાવાદ રૂરલમાં ફરિયાદ કરી હતી કે તેઓએ વિરમગામમાં માંડલ રોડ પર ભોજવા ગામની સીમમાં આવેલા તળાવમાંથી સુજલામ-સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ઉપાડવાનું કામ રાખેલ હતું જે કામ પેટે વોર્ડ નંબર એકનાં ભાજપનાં કોર્પોરેટર અજય રૂપસીંગ ઠાકોર, અનીલ વાડીલાલ પટેલ તેમજ કંચનબેનનાં પતિ રતિલાલ ગાંડાભાઈ ઠાકોરનાઓએ ત્રણેયના રૂ. ૧૦-૧૦ હજાર એમ કુલ રૂ. ૩૦ હજારની માંગણી કરી હતી.

Read About Weather here

કોન્ટ્રકટર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી તેઓએ અમદાવાદ રૂરલ એલ.સી.બીમાં ફરિયાદ કરતા સુપર વિઝન અધિકારી કે.બી.ચુડાસમાની સુચનાથી ટ્રેપિંગ અધિકારી એસ.એન.બારોટ સહિતના સ્ટાફે લાંચનું છટકું ગોઠવ્યું હતું. તે દરમ્યાન ભાજપનાં કોર્પોરેટર અનીલ પટેલને કોન્ટ્રેકટરે અગાઉ રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન આપેલ અને બાકીના રૂ.૨૦ હજાર માટે ત્રણેય કોર્પોરેટરો અવાર-નવાર માંગણી કરતા હોય

જે અંગેની વાતચીત કોન્ટ્રેકટરે મોબાઈલમાં ત્રણેય આરોપીના રેકોર્ડીંગ કરી લીધેલા હોય જેથી એલ.સી.બી ની ટીમે લાંચનું છટકું ગોઠવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક તથા વોર્ડ નં.૧નાં કોર્પોરેટર અજય રૂપસંગ ઠાકોર એકબીજાનાં મેળાપીપણામાં પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા. એલ.સી.બી ની ટીમે આ કામે કાયદાનાં સંઘર્ષમાં આવેલ બાળકન ઓબઝરવેશન હોમમાં મોકલવા તજવીજ કરી છે તથા અજય આરોપી કોર્પોરેટર અજય રૂપસીંગ ઠાકોર, અનીલ વાડીલાલ પટેલ અને રતિલાલ ગાંડાભાઈ ઠાકોર ત્રણેયની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here