વિમાન યાત્રા ઉનાળાની રજાઓમાં મોંઘી : ભાડામાં 20 થી 25 ટકાનો વધારો

વિમાન યાત્રા ઉનાળાની રજાઓમાં મોંઘી : ભાડામાં 20 થી 25 ટકાનો વધારો
વિમાન યાત્રા ઉનાળાની રજાઓમાં મોંઘી : ભાડામાં 20 થી 25 ટકાનો વધારો

 આ વખતે ઉનાળાની રજાઓમાં યાત્રીઓએ ઘરેલુ ઉડાનો માટે વધારે ભાડુ ચુકવવુ પડશે.વિસ્તારા એર લાઈન્સની ઉડાનો રદ થવાના કારણે તેમજ યાત્રીઓની માંગમાં મજબુતી રહેવાથી વિમાન ભાડામાં અગાઉથી જ 20-25 ટકાનો વધારો થઈ ચુકયો છે.

વિશેષજ્ઞોનાં જણાવ્યા મુજબ ઉનાળાની ઋતુમાં દર વર્ષે વિમાન યાત્રાની વધુ માંગ રહે છે પણ આ વખતે વિમાન ઉદ્યોગ માંગને અનુરૂપ ક્ષમતા વધારવામાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે ત્યાં સુધી કે ઘરેલુ માર્ગો પર મોટા વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ દરમ્યાન ટાટા સમુહની વિસ્તરા એરલાઈનની 100 થી વધુ ઉડાનો રદ થવાથી હવાઈ ભાડુ પહેલાથી જ વધી ચુકયુ છે. પાયલોટોની નારાજગીનો સામનો કરી રહેલી એરલાઈનને દરરોજ 25-30 ઉડાનો અર્થાત પોતાની કુલ ક્ષમતામાં 10 ટકાનો ઘટાડો કરી દીધો છે.

યાત્રા વેબસાઈટ ઈકિસગોના એક વિશ્ર્લેષણથી બહાર આવ્યું છે કે એકથી સાત માર્ચનાં સમય ગાળાની તુલનામાં એકથી સાત એપ્રિલના સમયગાળામાં કેટલાંક વિમાન માર્ગોનું ભાડુ 39 ટકા સુધી ચડી ગયુ. આ સમય ગાળામાં દિલ્હી-બેંગ્લુરૂ ઉડાનો માટે એક તરફનું ભાડુ 39 ટકા વધી ગયુ.જયારે દિલ્હી-શ્રીનગર ઉડાનો માટે તેમાં 30 ટકાનો વધારો જોવા મળશે.

વિશ્લેષણ અનુસાર દિલ્હી-મુંબઈ ઉડાન સેવાઓના મામલામાં ભાડામાં વધારો 12 ટકા અને મુંબઈ-દિલ્હીનાં મામલામાં આઠ ટકા હતો.દિલ્હી-ગોવા દિલ્હી-કોચી, દિલ્હી-જમ્મુ, અને દિલ્હી-શ્રીનગર જેવા મુખ્ય માર્ગો પર કિંમતો લગભગ 20 થી 25 ટકા સુધી વધી ગઈ છે.  બીજી બાજુ વિમાન ભાડામાં વધારાને પગલે લોકો રેલ માર્ગથી યાત્રાનો વિકલ્પ પસંદ કરી શકે છે.