વિદ્યાર્થીઓનો એક કલાકમાં 82934 અંગ્રેજી શબ્દો લખવાનો નવો રેકોર્ડ

વિદ્યાર્થીઓનો એક કલાકમાં 82934 અંગ્રેજી શબ્દો લખવાનો નવો રેકોર્ડ
વિદ્યાર્થીઓનો એક કલાકમાં 82934 અંગ્રેજી શબ્દો લખવાનો નવો રેકોર્ડ

સ્થાનિક ટાટા કેમ ડી.એ.વી.સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની શાળાનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.  માહિતી આપતાં શાળાના આચાર્ય  રાજેન્દ્રકુમાર શર્માએ જણાવ્યું કે, 5 જાન્યુઆરીએ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના 32 વિદ્યાર્થીઓએ A4 પેપર પર સૌથી વધુ અંગ્રેજી શબ્દો લખવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.  દરેક વિદ્યાર્થીએ એક કલાકમાં A4 સાઈઝના પેપર પર સરેરાશ 2593 અંગ્રેજી શબ્દો લખીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો.તમામ 32 વિદ્યાર્થીઓએ કુલ 82934 શબ્દો લખ્યા. 

        આ રેકોર્ડ નોંધાતાની સાથે જ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની એપ્રિલ માસની આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.  તમને જણાવી દઈએ કે અંગ્રેજી વિષયના શિક્ષક સંતોષ શેઠે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.  આ પ્રકારની પ્રવૃત્તિ પાછળ શાળાનો ઉદ્દેશ્ય બાળકોમાં લેખન કૌશલ્ય વિકસાવવાનો અને તેને કેળવવાનો છે.

 શાળાની મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને ટાટા કેમિકલ્સ લિમિટેડના સીએમઓ શ્રી એન કામથ અને DAV મહારાષ્ટ્ર ઝોન Aના મદદનીશ પ્રાદેશિક અધિકારી શ્રીમતી સીમા મંદિરત્તાએ આ ભવ્ય સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ અને શાળાને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.