વાહન હંકારવાના મામલામાં જોખમી દેશોમાં ભારત 4થા સ્થાને

    DRIVING-SKILLS-INDIA-વાહન હંકારવા
    DRIVING-SKILLS-INDIA-વાહન હંકારવા

    Subscribe Saurashtra Kranti here.

    વાહન હંકારવાના જોખમી દેશોમાં નંબર વન પર દક્ષિણ આફ્રિકા

    વાહન હંકારવાના મામલામાં દૃુનિયાના કયા દેશો વધારે જોખમી છે તે જાણવા માટે એક આંતરરાષ્ટ્રિય સંસ્થા જુતોબી દ્વારા ૫૬ દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો.

    આ સર્વેના તારણ પ્રમાણે વાહન ચલાવવામાં જોખમી દેશોમાં નંબર વન પર દક્ષિણ આફ્રિકા છે. બીજા નંબરે થાઈલેન્ડ છે અને ત્રીજા ક્રમે અમેરિકા છે. જ્યારે ભારત ચોથા ક્રમે છે. જ્યારે સૌથી સુરક્ષિત રસ્તાઓ નોર્વેના છે. એ પછી જાપાનનો ક્રમ આવે છે અને ત્રીજા ક્રમે સ્વીડન છે.

    સંસ્થાનુ કહેવુ છે કે, આ સર્વેમાં પાંચ પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં દરેક એક લાખ વ્યક્તિએ વાહન અકસ્માતમાં થતા મોત, વાહનમાં બેઠેલા લોકોમાંથી સીટ બેલ્ટ પહેરનારા લોકોની ટકાવારી, દારુ પીવાના કારણે સર્જાતા અકસ્માતો જેવી બાબતોને ગણતરીમાં લેવામાં આવી હતી.

    Read About Weather here

    જોકે સૌથી જોખમી દેશ તરીકે સાઉથ આફ્રિકાને પહેલો ક્રમ આપવાના સંસ્થાના દાવાને સાઉથ આફ્રિકાની એક સંસ્થાએ પડકાર ફેંક્યો છે. સંસ્થાનુ કહેવુ છે કે, આ યાદીમાં સાઉથ આફ્રિકાને સામેલ કરવુ યોગ્ય નથી. સાઉથ આફ્રિકામાં રસ્તા પર વાહન ચલાવવાના નિયમોમાં ઘણો બદલાવ કરાયો છે.જુતોબી સંસ્થાએ જે આંકડાનો સર્વે માટે ઉપયોગ કર્યો છે તે ઘણા જુના છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here