વરસાદથી દુબઈના રણમાં અજબ દ્રશ્યો સર્જાયા

વરસાદથી દુબઈના રણમાં અજબ દ્રશ્યો સર્જાયા
વરસાદથી દુબઈના રણમાં અજબ દ્રશ્યો સર્જાયા

સંયુકત અરબ અમીરાત (યુએઈ)માં 75 વર્ષનાં ઈતિહાસમાં રેકોર્ડબ્રેક વરસાદ 10.2 ઈંચ પડતાં યુએઈ પાણી પાણી થઈ ગયુ હતું. આ ધોધમાર વરસાદે રણપ્રદેશમાં અનોખા દ્રશ્યો ખડા કરી દીધા હતા. આ સુકા પ્રદેશમાં દોઢ વર્ષ માંડ માંડ છુટક છુટક આટલો કુલ વરસાદ પડે છે. ત્યારે મંગળવારે અનરાધાર વરસાદથી રણમાં નદીઓ વહેવા લાગી હતી.

અહીં અનેક વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા રણ વિસ્તાર અલફુદરાની ખીણ પાણી એટલુ જમા થઈ ગયુ કે આ રણની આ ખીણ તળાવમાં ફેરવાઈ ગઈ હતી.ભારે વરસાદને કારણે રણમાં આવા અનેક જગ્યાએ નાના નાના ઝરણાં વહેતા જોવા મળ્યા હતા.

જયારે બીજી બાજુ શહેરી વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાવાથી અનેક સડકો પાણીમાં ડુબી છે. અનેક ભાગોમાં જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. મંગળવારે વરસાદ પછી લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.લોકો મેટ્રો સ્ટેશન વિમાની મથકે સુવા મજબુર બન્યા છે.