વડોદરા પાસે બાજવાના એસ્ટેટના બે ગોડાઉનમાં ભીષણ આગ, 10 ફાયર એન્જિન કામે લાગ્યા

વડોદરા પાસે બાજવાના એસ્ટેટના બે ગોડાઉનમાં ભીષણ આગ, 10 ફાયર એન્જિન કામે લાગ્યા
વડોદરા પાસે બાજવાના એસ્ટેટના બે ગોડાઉનમાં ભીષણ આગ, 10 ફાયર એન્જિન કામે લાગ્યા

 વડોદરા પાસે બાજવા ખાતે એક ગોડાઉનમાં આગ લાગ્યા બાદ નજીકનું બીજું ગોડાઉન પણ આગમાં લપેટાતા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી આઠ કલાકથી કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક વિગતો મુજબ બાજવામાં સરકારી ગોડાઉન પાસે આવેલા જેજી એસ્ટેટમાં મેડિસિનના એક ગોડાઉનમાં મધરાત બાદ કોઈ કારણસર આગ લાગી હતી. આ કેટલી ભીષણ હતી કે આખું ગોડાઉન તેમાં લાપેટાઈ ગયું હતું.

આ ગોડાઉનની પાસે આવેલા ઈલેક્ટ્રીક મોટર પંપના ગોડાઉન સુધી પણ આગ પહોંચી હતી. જેથી ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસરે મેજર કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશનને જાણ કરતા 10 ફાયર એન્જિન કામે લાગ્યા હતા. આઠ કલાકની જેમ જ બાદ આગનું જોર ઘટી ગયું હતુ પરંતુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.