વંદે ભારત જેવી સુવિધા : ભાડુ રાજધાનીથી ઓછુ : ૫૦ અમૃત ટ્રેન દોડશે

વંદે ભારત જેવી સુવિધા : ભાડુ રાજધાનીથી ઓછુ : ૫૦ અમૃત ટ્રેન દોડશે
વંદે ભારત જેવી સુવિધા : ભાડુ રાજધાનીથી ઓછુ : ૫૦ અમૃત ટ્રેન દોડશે

રેલ્‍વે બોર્ડે ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્‍ય રેલ મુસાફરો માટે ૫૦ અમળત ભારત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. તમામ ટ્રેનોમાં સ્‍લીપરપ્રજનરલ કોચ હશે. આ ભગવા રંગની અમળત ભારત ટ્રેનોને પુલપ્રપુશ ટેકનોલોજી સાથે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે. વધુ એવરેજ સ્‍પીડને કારણે આ ટ્રેનો રાજધાની એક્‍સપ્રેસ કરતા ઓછો સમય લેશે. તેમના કોચમાં સુવિધાઓ મેલપ્રએક્‍સપ્રેસ કરતાં વધુ સારી હશે.

રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૨૪-૨૫)માં અમળત ભારત ટ્રેનના કુલ ૧૨૩૦ કોચ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જેમાં સ્‍લીપર ક્‍લાસ ના ૬૦૦ કોચ, જનરલ ક્‍લાસ ના ૪૪૦ કોચ અને ગાર્ડ-સ્‍લીપર ક્‍લાસ ના ૧૩૦ કોચ બનાવવામાં આવશે. આમ, નાણાકીય વર્ષમાં કુલ ૫૦ અમળત ભારત ટ્રેનો ચલાવવામાં આવશે અને તેના કોચ સ્‍લીપરપ્રજનરલ હશે. એટલે કે અમળત ભારત સામાન્‍ય રેલવે મુસાફરો માટે ટ્રેન હશે.

અધિકારીએ કહ્યું કે હાલમાં આનંદ વિહાર-અયોધ્‍યા અને દિલ્‍હી-દરભંગા વચ્‍ચે બે અમળત ભારત ટ્રેન દોડી રહી છે. તબક્કાવાર તેમની સંખ્‍યા વધારીને ૫૨ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય રેલવેમાં અમળત ભારત ટ્રેનો એવી છે કે તેમાં કોઈ ધક્કો લાગશે નહીં. કારણ કે તેમાં અર્ધ કાયમી કપ્‍લર્સ છે. આ ન્‍ણ્‍ગ્‍ ટેકનોલોજીનું વિકસિત સંસ્‍કરણ છે. પુલપ્રપુશ ટેક્રોલોજીના કારણે અમળત ભારત ટ્રેનોની સરેરાશ સ્‍પીડ રાજધાની ટ્રેનો કરતા વધુ હશે. જેના કારણે આ ટ્રેનોને ગંતવ્‍ય સ્‍થાન પર પહોંચવામાં રાજધાની એક્‍સપ્રેસ કરતા ઓછો સમય લાગશે. જ્‍યારે ભાડું  રાજધાની કરતા ઓછું હશે.

અમળત ભારત શૌચાલયની ડિઝાઇન વંદે ભારત ટ્રેનની તર્જ પર છે. પ્‍લેટફોર્મ પર ઉતર્યા વિના આખી ટ્રેન કોચની અંદરથી છેલ્લા કોચ સુધી જઈ શકાશે. હાલમાં નોનપ્રએસી કોચમાં આ સુવિધા નથી. સામાનનો ડબ્‍બો ઊંચો અને પહોળો છે. સામાન્‍ય વર્ગના કોચની બર્થમાં કુશન પણ લગાવવામાં આવ્‍યા છે. વિકલાંગોને ધ્‍યાનમાં રાખીને ટ્રેનના આગળ અને પાછળના ભાગમાં ખાસ પ્રકારના SLR કોચ લગાવવામાં આવ્‍યા છે.

રેલ્‍વે બોર્ડે અમળત ભારત ટ્રેનને મહત્તમ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાનો નિર્ણય લીધો છે. રાજધાની, શતાબ્‍દી, દુરંતો અને વંદે ભારત ટ્રેનો આ ઝડપે દોડી રહી છે. મેલએક્‍સપ્રેસ ટ્રેન ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. પુલપ્રપુશ ટેકનોલોજીને કારણે આગળ અને પાછળ બે એન્‍જિન ધરાવતી અમળત ભારત ટ્રેનની સરેરાશ ઝડપ વધે છે. આમાં, તે વધુ ઝડપે ઉપાડવાનું અને ઝડપી ટ્રેનોને રોકવાનું શકય બને છે. આ તેમની સરેરાશ ઝડપ વધારે છે

તમામ સુવિધાઓ અને ઝડપી મુસાફરીને જોતા અમળત ભારત ટ્રેનનું ભાડું મેલ-એક્‍સપ્રેસ કરતા ૧૫-૧૭ ટકા વધુ હશે. તેનું એન્‍જિન વંદે ભારતની તર્જ પર હશે, જે સંપૂર્ણ રીતે કેસરી રંગનું હશે. જ્‍યારે તેના કોચમાં બારી ઉપર અને નીચે કેસરી રંગની પટ્ટી હશે.