લોકોને રોજનાં રૂ. 20,30 હજાર કમાવવાની લાલચ આપી રૂ. 67.91 લાખની છેતરપીંડી કરનાર ઝડપાયા

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

લોકોને રોજનાં રૂ.20,30 હજાર કમાવવાની લાલચ આપી રૂ. 67.91 લાખની છેતરપીંડી કરનાર ઝડપાયા

સાયબર ક્રાઈમની ટીમે સુરતનાં બે શખ્સોને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી

જાહેર જનતાનો સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્ક કરી રોજનાં ૨૦,૩૦ હજાર કમાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર બે શખ્સોને સાયબર ક્રાઈમની ટીમે  સુરતથી દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ શહેર સાયબર ક્રાઈમ પોસ્ટ ખાતે લાખોની છેતરપીંડીનો ગુનો દાખલ થયેલ હોય જેમાં અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરેલ હોય અને આ કામેના અન્ય આરોપીઓ આજદીન સુધી નાસતા ફરતા હોય જેથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સુચનાથી પો.ઇન્સ્પેકટર વિ.જે.ફર્નાનડિસના માર્ગ દર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે. ખાતેથી પો.સબ.ઇન્સ સી.એસ. પટેલ તથા પોલીસ હેડ કોન્સટેબલ સંજયભાઇ ઠાકર તથા પોલીસ કોન્સટેબલ રાહુલભાઇ ઠાકુરનાઓ મહારાષ્ટ્રના મુંબઇ ખાતે જયેશભાઇ હિંમતલાલ વાઘેલા (ઉ.વ.૪૪ રહે. ઈ/૧૦૨ વૈષ્ણવદેવી સ્કાય, વૈષ્ણવદેવી એરીયા, મોરાભાગલ વિસ્તાર સુરત), વિકાસ ઉર્ફે વિકી પ્રકાશભાઇ મહેતા (ઉ.વ.૨૯) સુરત વાળાને શોધી લાવી.

ધોરણસર અટક કરી સદર આરોપીઓની પુછપરછ કરતા આ કામના આરોપીઓ લોકોને ટેક્ષ્ટ મેસેજ કરતા કે “Earn Daily Rs. 20,000/- To Rs. 30,000/- With The Help Of Forex Auto Software Call Us Now For Live Demo 07433081128” અને જે મેસેજના ભરોસે જે કોઈ લોકો આરૌપીનો કોન્ટેક્ટ કરતા તેઓને વોટ્સએપ મેસેજ મોક્લતા કે તમારે Meta Trader – 5 મા એકાઉંટ ખોલાવવા માટે રૂ. ૧,૦૦,૦૦૦/- ભરવા પડશે તથા જે લોકો આ રકમ ભરતા તેમને Meta Trader – 5 નામની ઍપ ડાઉનલોડ કરાવી જેમાં તેમને ઊચો નફો દર્શાવી નફાના અમુક ટકા રકમ પરત આપતા જેથી લોકો વિશ્વાસમાં આવી જતા અને બાકીના નફાના પૈસા મેળવવા માટે બીજા વધારાના રૂપીયા આંગડીયા મારફતે મંગાવી પૈસા મેળવી લઇ બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતા અને આ રીતે લોકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરતા.
Read About Weather here

આ કામના આરોપીઓ ખોટી પેઢી બનાવી તે આધારે કરન્ટ બેંક ખાતા ખોલાવતા જેમા ઝુલું ટ્રેડીંગ ના નામે આઇ.સી.આઇ.સી. આઇ બેંક માં ખાતું ખોલાવેલ જેમા રૂા- ૬૪,૮૯,૭૦૪/- તેમજ કુરસો ડે ટ્રેડીંગ ના નામે AU SMALL FINANACE BANK માં ખાતું ખોલવેલ, જેમા રૂ- ૪૯,૪૪,૯૧૨/- નો નાણાકીય વ્યવહાર થયેલ હોય જે નાણાકીય વ્યવહાર ના આધારે તપાસ તજવીજ કરતા અન્ય ૧૯ ભોગ બનનાર સાથે ૬૭,૯૧,૮૭૦/- રકમની નાણાકીય છેતરપીંડી થયેલનું તપાસમાં ખુલવા પામેલ હતી.

સદર ઉપરોકત આરોપી વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે ગુના નોંધાયેલ છે. તેમજ ઉપરોકત ગુનોઓમા નાસતા ફરતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here