લોકોના રૂવાળા રૂવાળા ઉભો કરનાર ભયાનક રોડ અકસ્માત

લોકોના રૂવાળા રૂવાળા ઉભો કરનાર ભયાનક રોડ અકસ્માત
લોકોના રૂવાળા રૂવાળા ઉભો કરનાર ભયાનક રોડ અકસ્માત
પોલીસે જણાવ્યું કે બાઈકમાં સવાર યુવક રાંચીના ટુંડા હુલી ગામના રહેવાસી બિનોદ કરમાલી (32 વર્ષ) અને રાંચીના બરિયાતૂના ઈન્દ્રપ્રસ્થ કોલોનીમાં રહેતા મિંટૂ કુમાર (32 વર્ષ)ની છે, જ્યારે SUV કાર ચાલકની ઓળખ રામગઢના બરકાકાનાના વિજય કરમાલી (39 વર્ષ)ની છે. ઝારખંડના રામગઢના પટેલ ચોક પાસે મંગળવારે ભયાનક રોડ દુર્ઘટના ઘટી. ચોકની પાસે સ્પીડમાં આવી રહેલા એક ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતા તે બેકાબૂ થઈ હતી. અનિયંત્રિત ટ્રેલરે 3 કાર અને 2 બાઈકને પોતાની અડફેટમાં લીધી હતી. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક મહિલા અને બાળકી સહિત 5 લોકો ઘાયલ થયા હતા.દુર્ઘટનામાં એક કાર ટ્રેલરની નીચે એટલી ખરાબ રીતે ચગદાઈ ગઈ હતી કે તેમાં રહેલા લોકોને કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

દુર્ઘટનામાં બાઈક સવાર બે લોકોનાં મોત થયાં હતાં. તો કારચાલક સહિત એક એમ કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં 3 મૃતદેહની જ ઓળખ થઈ શકી છે. એક મૃતકની ઓળખ કરવાની તજવીજ ચાલી રહી છે.ઘટનાની જાણકારી મળ્યાં બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયાં છે.તો આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. દુર્ઘટનાને કારણે રસ્તો જામ થઈ ગયો હતો. પોલીસની ટીમ વાહનવ્યવહારને સામાન્ય કરવાની કવાયત કરી રહી છે.

Read About Weather here

વાહનોને રસ્તા પરથી હટાવવાનું કામ ચાલી રહ્યું છે.ઘટના પછી આસપાસના લોકો પમ મોટી સંખ્યામાં ઘાયલોની મદદ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જોત જોતમાં જ બધું બદલાય ગયું. ટ્રેલર ઘણી જ સ્પીડમાં આવી રહ્યું હતું. એક-એક કરીને વાહનોને પોતાની અડફેટમાં લીધા હતા. બે કાર ચાલક બચી ગયા જ્યારે ત્રીજાને કોઈ ચાન્સ જ ન મળ્યો. બાઈક સવાર પણ સીધી ટક્કરના શિકાર થઈ ગયા. થોડી વાર પહેલાં બધું જ સામાન્ય હતું પણ 5 જ મિનિટમાં રસ્તા પરના દૃશ્યો બદલાઈ ગયાં.લોકોનું કહેવું છે કે દુર્ઘટના પેટ્રોલ પંપની પાસે થયો. જો અનિયંત્રિત ટ્રેલ પેટ્રોલ પંપની અંદર ઘુસી જાત તો સ્થિતિ વધુ ભયાનક બની હોત.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here