લૂંટના ગુનામાં બે માસથી ફરાર ગુરૂજીનગરનો અમન પકડાયોઃ અગાઉ સાત ગુનામાં સામેલ

લૂંટના ગુનામાં બે માસથી ફરાર ગુરૂજીનગરનો અમન પકડાયોઃ અગાઉ સાત ગુનામાં સામેલ
લૂંટના ગુનામાં બે માસથી ફરાર ગુરૂજીનગરનો અમન પકડાયોઃ અગાઉ સાત ગુનામાં સામેલ

રાજકોટ તા. ૯: લૂંટના ગુનામાં બે માસથી ફરાર શખ્‍સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો છે. આ શખ્‍સ અગાઉ મારામારી, દારૂ સહિતના સાત ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો હતો.

બે મહિના પહેલા યુનિવર્સિટી પોલીસમાં લૂંટનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં નામ ખુલતાં અમન સુખબહાદુર ગુરૂમ (ઉ.૨૬-રહે. ગુરૂજીનગર આવાસ યોજના ક્‍વાર્ટર બલોક નં. ૨૪/૪૯૮) ભાગી ગયો હતો. આ શખ્‍સ સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર પાસે આવ્‍યો હોવાની પાક્કી બાતમી હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ મિયાત્રા અને દિવ્‍યરાજસિંહ જાડેજાને મળતાં તેને પકડી લેવાયો હતો. હજુ બે આરોપી ઉમંગ ગોવિંદભાઇ ભુત (રહે. શિવશક્‍તિ કોલોની) અને મિલન ઉર્ફ એમકે સંજયભાઇ ખખ્‍ખર (રહે. મહાવીર પાર્ક, નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ) ફરાર હોઇ પોલીસ તેને શોધી રહી છે.

અલગ અલગ ગુનાઓમાં ફરાર હોય એવા આરોપીઓને શોધી કાઢવાની પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇની સુચના હોઇ એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એન.આઇ. રાઠોડ, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ બી.આર. ભરવાડ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, રઘુવીરસિંહ વાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ ડોડીયા, કોનસ. લક્ષમણભાઇ મકવાણા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.