લીંબુની ખેતીમાં રૂપિયાનો ઢગલો, એક વખત ખર્ચ બાદ આવક રહે ચાલુ

લીંબુની ખેતીમાં રૂપિયાનો ઢગલો, એક વખત ખર્ચ બાદ આવક રહે ચાલુ
લીંબુની ખેતીમાં રૂપિયાનો ઢગલો, એક વખત ખર્ચ બાદ આવક રહે ચાલુ

ખુલ્લી ખેતીમાં હવે ખર્ચા વધી ગયા છે. ખાસ કરીને મજુર મળવા મુશ્કેલી બનતા જાય છે. ત્યારે ખેડૂતો બાગાયતી પાક અને રોકડિયા પાક તરફ વળ્યાં છે. ખેડૂતો સરગવો, લીંબુ, સીતાફળ, બોર, જામફળ, આંબળા વગેરેની ખેતી કરતા થયા છે. તેમજ આંબાનાં બગીચા પણ કરતા થયા છે. બાગાયતી પાકમાંથી સારી કમાણી કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાનાં બીલા ગામનાં ખેડૂત રમેશભાઇ રાદડિયા છેલ્લા સાત વર્ષથી લીંબુની ખેતી કરી રહ્યાં છે. તેમજ રાજ્યપાલનાં હસ્તે પ્રગતિશીલ ખેડૂત તરીકેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેસર તાલુકાનાં બીલા ગામનાં ખેડૂત રમેશભાઇ રાદડિયાની ઉંમર ૬૦ વર્ષની છે અને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. રમેશેભાઇએ ખેતીમાં સફળતા મેળવી છે અને પ્રગતિશીલ ખેડૂતનું બહુમાન મેળવ્યું છે. રમેશભાઇનું રાજ્યપાલનાં હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. રમેશભાઇ પાસે ૨૪ વિઘા જમીન છે. આ જમીનમાં લીંબુની ખેતી કરી રહ્યાં છે. ખેડૂતે જણાવ્યું હતું કે, ૨૪ વિઘામાં અંદાજીત ૯૦૦ જેટલા લીંબુનાં છોડનું વાવેતર કર્યું છે. હાલ ઉત્પાદન શરૂ થયું છે. ખેડૂત રમેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, લીંબુની ખેતીમાં બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. હાલ લીંબુનું છથી સાત લાખનું ઉત્પાદન થઇ રહ્યું છે. સંપૂર્ણ ખેતી ગાય આધારીત કરવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં લીંબુનાં ભાવ સારા મળે છે. એક કિલો લીંબુનાં ભાવ ૧૨૦ રૂપિયાથી લઇને ૧૪૦ રૂપિયા મળે છે. લીંબુનું વેચાણ પાલીતાણા, મહુવા, ભાવનગર સહિતનાં શહેરોમાં કરવામાં આવે છે. ખેડૂત રમેશભાઇ પ્રગતિશીલ ખેડૂત છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રમેશભાઇ છેલ્લા સાત વર્ષથી ગાય આધારીત ખેતી કરી રહ્યાં છે. લીંબુની ખેતીમાં ખર્ચ સામે સારું ઉત્પાદન અને સારી આવક થઇ રહી છે. ગાય આધારીત ખેતીનાં કારણે અન્ય ખર્ચમાંથી પણ રાહત મળી છે.