લગ્ન પહેલા યુવાનોએ રિલેશનશીપમાં રહેવું જોઈએ

 લગ્ન પહેલા યુવાનોએ રિલેશનશીપમાં રહેવું જોઈએ
 લગ્ન પહેલા યુવાનોએ રિલેશનશીપમાં રહેવું જોઈએ

 આપણા દેશમાં લિવઈન રિલેશનશીપને એટલે કે લગ્ન પહેલા છોકરા-છોકરીને સાથે રહેવાને બહુ ઓછા લોકો ઠીક ગણે છે જયારે મોટા ભાગના લોકો ખરાબ ગણે છે. પણ હિન્દી ફિલ્મોની એક જમાનાની બોલ્ડ એકટ્રેસ ઝીનત અમાનનું કહેવું છે કે આજના યુવાનોએ લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેવું જોઈએ. ઝીનતે એ પણ બતાવ્યું કે તેના બન્ને દીકરાઓ પણ લગ્ન પહેલા લિવ ઈનમાં રહે છે.

ખરેખર તો એક ફેને હાલમાં જ ઝીનત અમાન પાસે રિલેશનશીપને લઈને સલાહ માગી હતી. જેના પર ઝીનતે એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે લિવ ઈનમાં રહેવાના કારણે કપલ અનેક મતભેદોમાં ડીલ કરી શકે છે. આ રીતે લગ્ન પહેલા બન્ને એક સાથે રહીને નાના-મોટા ઝઘડા નિવારવાનું શીખી જાય છે. તેમના વચ્ચે તાલમેલ વધે છે.

ઝીનત અમાન વધુમાં લખે છે-દિવસમાં કેટલાક કલાક ખુદનું બેસ્ટ વર્ઝન બનવું સહેલું છે. પણ શું તમે બાથરૂમ શેર કરી શકો છો. ખરાબ મૂડ સંભાળી શકો છો? શું એ માની જાઓ છો કે રાત્રે ડીનરમાં શું ખાવું જોઈએ? શું આપ બેડરૂમમાં એકબીજા વચ્ચે ફાયર જાળવી રાખો છો?

આ પ્રકારની બાબતોએ જ લગ્નમાં નાના-મોટા વિવાદ અને ઝઘડા થતા હોય છે. પણ શું તેઓ ઝઘડા અને વિવાદોનો સામનો કરી શકે છે? એ તેમણે પહેલા ચેક કરી લેવું જોઈએ. જરૂરી છે કે આપ જુઓ કે આપની વચ્ચે તાલમેલ છે? કમ્ફેટેબિલિટી છે? 

ઝીનત કહે છે-હું જાણું છું કે ભારતીય સમાજમાં લગ્ન પહેલા સાથે રહેવા અર્થાત લિવ ઈનમાં રહેવાને પાપ માનવામાં આવે છે. પણ સમાજ તો અને અન્ય બાબતોને લઈને પણ સખ્ત છે. લોકો શું કહેશે? પણ પરિવાર અને સરકારને વચમા લાવતા પહેલા જરૂરી છે કે પાર્ટનર્સ પોતાના સંબંધોનો ફાઈનલ ટેસ્ટ કરી લે.