લખનૌએ ચેન્નાઈને બીજી વખત હરાવ્યું, ટોપ 4 સ્પોટમાં સામેલ

લખનૌએ ચેન્નાઈને બીજી વખત હરાવ્યું, ટોપ 4 સ્પોટમાં સામેલ
લખનૌએ ચેન્નાઈને બીજી વખત હરાવ્યું, ટોપ 4 સ્પોટમાં સામેલ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 39માં મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે IPL-2024માં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. LSGની આ સિઝનની પાંચમી જીત છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને આવી ગઈ છે. મંગળવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનૌએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. લખનઉએ 211 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 4 વિકેટે મેળવી લીધો હતો. માર્કસ સ્ટોઇનિસે 63 બોલમાં અણનમ 124 રનની સદી ફટકારી હતી. તેણે 13 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પુરને 15 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. મતિશ પથિરાનાને બે વિકેટ મળી હતી. CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ દુબેએ 27 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. મેટ હેનરી અને મોહસીન ખાનને એક-એક વિકેટ મળી હતી. રહેમાનની ઓવરમાં સ્ટોઇનિસે સતત ચાર બાઉન્ડ્રી ફટકારી, લખનૌ ચોગ્ગાથી જીત્યું : છેલ્લી ઓવરમાં માર્કસ સ્ટોઈનિસે મુસ્તાફિઝુર રહેમાનની ઓવરમાં સતત ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. આ બાઉન્ડ્રીની મદદથી લખનૌએ 6 વિકેટે વિજય હાંસલ કર્યો હતો. માર્કસ સ્ટોઈનિસ 63 બોલમાં 124 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો, જ્યારે દીપક હુડ્ડાએ 6 બોલમાં 17 અણનમ રનનું યોગદાન આપ્યું હતું. ગાયકવાડની 56 બોલમાં સદી, સિઝનની 8મી સદી ઋતુરાજ ગાયકવાડે 18મી ઓવરમાં પોતાના IPL કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સિઝનની 8મો ખેલાડી છે જેને સદી કરી છે.