રોટરેકટ કલબ દ્વારા રકતદાન કેમ્પ

રોટરેકટ કલબ દ્વારા રકતદાન કેમ્પ
રોટરેકટ કલબ દ્વારા રકતદાન કેમ્પ

રોટરેકટ કલબ ઓફ જામનગર, રોટરેકટ કલબ ઓફ જામનગર સ્માઇલ અને રોટરેકટ કલબ ઓફ જામનગર હોપ સાથે મળીને અતિથિગૃહ, ઓશવાલ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 યુનિટ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. જયારે જામનગર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ દંડક અને કોર્પોરેટર કેતન ગોસરાણીએ પણ રકતદાન કરીને ભાગ લીધો હતો. જી.જી.હોસ્પિટલની બ્લડ બેંકના તબીબોની ટીમે રકત એકત્ર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી હતી.