રાજ્યભરનાં શાળા-સંકુલોમાં વિદ્યાર્થીઓની ચહલપહલ ગુંજી

રાજ્યભરનાં શાળા-સંકુલોમાં વિદ્યાર્થીઓની ચહલપહલ ગુંજી

રાજ્યની કુલ ૩૬,૫૦૦ શાળાઓના 1કરોડ બાળકો વર્ગોમાં પછા ફરશે

વર્ગખંડોમાં સ્વચ્છતા, સામાજીક અંતર, માસ્કના નિયમો ફરજીયાત

દરેક વિદ્યાર્થીને વાલીઓના સંમતિપત્રક બાદ જ વર્ગમાં પ્રવેશ અપાશે

દરેક વર્ગોમાં બારીઓ ખુલ્લી રાખવા, બાળકોને અંતર સાથે બેસાડવા તાકીદ

ગુજરાતમાં 152 દિવસનાં લાંબા વિરામબાદ પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓનાં ખીલખિલાટથી ગુંજી ઉઠી છે. આજથી રાજ્યભરમાં ધો.6 થી 8 નાં વર્ગોમાં શિક્ષણ કર્યોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. કુલ 36,500 પ્રાથમિક શાળાઓમાં ૧ કરોડ જેટલા બાળકો વર્ગખંડોમાં પ્રવેશ કરી રહ્યા છે.

રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનું ગયા સપ્તાહે જ નિર્ણય લીધો હતો એ મુજબ જન્માષ્ટમીના તહેવારો સંપન્ન થયા બાદ આજથી રાજ્યભરમાં ધો.6 થી 8 નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણનો શુભારંભ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

માસ્ક પહેરીને વિદ્યાર્થી ભાઈઓ, બહેનો ઉત્સાહ અને ઉમંગ સાથે પોતપોતાની શાળાની સંકુલોમાં પુનરાગમન કરી રહ્યા છે અને આ રીતે લાંબા સમયથી સુનકાર પડેલી શાળાઓમાં નવા પ્રાણનું સંચાર થયું છે અને શાળા સંકુલો વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યા છે.

અત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ દરેક શાળાઓમાં કોરોનો પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વર્ગખંડોમાં 50 ટકા હાજરીની ક્ષમતા સાથે જ બાળકોને કોરોના પ્રોટોકોલના નિયમ મુજબ અંતર જાળવીને બેસાડવાના રહેશે. હાજર થનારા દરેક બાળકે વાલીઓનું સંમતિપત્રક રજૂ કરવાનું ફરજીયાત રહેશે. એટલું જ નહીં દરેક શાળાઓમાં હેન્ડવોશ અને સેનીટાઇઝરની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે.

Read About Weather here

દરેક શાળાઓમાં વર્ગખંડોની બારીઓ ખુલ્લી રાખવાની રહેશે. આ તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાની શાળા સંચાલકોને રાજ્ય સરકારે તાકીદ કરી છે. તે રીતે રાજ્ય સરકારે વાલીઓને પણ સલાહ આપી છે કે, બાળકો શાળાએથી પરત આવે એટલે તુરંત જ એમને સેનીટાઈઝ કરવાના રહેશે. બાળકોને વધુમાં વધુ પૌષ્ટિક ખોરાક આપવાનો રહેશે. બાળકો વધુને વધુ સૂર્યપ્રકાશ લે એ પણ જરૂરી છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here