રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં આજથી પાંચ દિવસ દસ્તાવેજ નોંધણી બંધ

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં આજથી પાંચ દિવસ દસ્તાવેજ નોંધણી બંધ
રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં આજથી પાંચ દિવસ દસ્તાવેજ નોંધણી બંધ

રાજકોટ સહિત રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આજ 10 થી 14 સુધી દસ્તાવેજ નોંધણી તથા અન્ય તમામ કામગીરી બંધ રાખવામાં આવનાર છે. આજે તા.10 અને આવતીકાલે તથા 13-14ના રોજ જાહેર રજાઓ છે. જ્યારે તા.12ને શુક્રવારે વેબસાઇટના મેઇન્ટેનન્સ કામગીરી અનુસંધાને દસ્તાવેજ નોંધણી બંધ રહેશે. દરમ્યાન આ અંગે રાજ્યના નોંધણી સર નિરીક્ષક જેનું દેવનની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યની તમામ 294 સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી તથા સંલગ્ન તમામ કામગીરી ઓનલાઇન ગરવી વેબસાઇટ દ્વારા ચાલે છે.

તમામ ઇ-મેઇલથી ગરવી વેબસાઇટનો ડેટાબેઝનો ડેટા વધારે હોઇ તેનું માઇગ્રેશન તેમજ વેબસાઇટનું ટેકનીકલ મેઇન્ટેન્સની કામગીરી કરવી અતિઆવશ્યક છે. આ કામગીરી તા.10 થી 14 દરમ્યાન કરવાની થતી હોઇ ગરવી વેબસાઇટ દ્વારા દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી થઇ શકે તેમ ન હોઇ તા.12ને શુક્રવારના રોજ રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી તેમજ અન્ય તમામ કામગીરી બંધ રહેશે.