રાજસ્થાન: બાડમેર જિલ્લામાં વાહન અકસ્માતમાં ૪ના મોત (7)

    RAJSHTHAN-ACCIDENT
    RAJSHTHAN-ACCIDENT

    Subscribe Saurashtra Kranti here.

    રાજસ્થાનમાં અકસ્માતના કારણે મેગા હાઇવે પર બંને તરફ ટ્રાફિક જામ

    રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા બાલોતરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા મેગા હાઇવે પર સોમવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરની અડફેટે આવી જતા કારમાં સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે, એક પ્રવાસીને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

    હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે રાહદારીઓ અને નજીકમાં રહેતા લોકો એકત્ર થઈ ગયા હતા અને કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર નિકાળ્યા હતા. અકસ્માતના આ બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના કારણે મેગા હાઇવે પર બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી રહૃાા છે અને હાઈવે પર બંને બાજુએ સર્જાયેલા ભારે ટ્રાફિક જામને કાબૂમાં લેવા માટે પોલીસ સ્થાનિક લોકોની મદદ લીધી હતી.કહેવામાં આવી રહૃાું છે કે, કારમાં સવાર લોકો ગંગાપુરથી બાલોતરા સ્થિત નાકોડા મંદિરમાં દર્શન કરવા જઇ રહૃાા હતા.

    Read About Weather here

    ઇજાગ્રસ્તોને સારવાર માટે બાલોતરાની નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જૈન સમાજના ઘણા લોકો નાહટા હોસ્પિટલ દોડી ગયા હતા.રાજસ્થાનમાં તમામ પ્રવાસીઓ ગંગાપુરથી નાકોડા તીર્થસ્થાનનાં દર્શનાર્થે જઇ રહૃાા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પોલીસે ગંગાપુરમાં રહેતા મૃતકોના પરિવારજનોને અકસ્માત અંગેની માહિતી આપી હતી. પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ સાથે પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો અને કોણી ભૂલથી સર્જાયો? તે દિશામાં તપાસ આરંભી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here