રાજકોટ માર્કેટ યાર્ડની નવી પહેલ: ઘઉંનું વેચાણ શરૂ કર્યું: પ્રથમ દિવસે રૂા.680નો ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડની નવી પહેલ: ઘઉંનું વેચાણ શરૂ કર્યું: પ્રથમ દિવસે રૂા.680નો ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડની નવી પહેલ: ઘઉંનું વેચાણ શરૂ કર્યું: પ્રથમ દિવસે રૂા.680નો ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે અને યાર્ડ દ્વારા જ ઘઉંનું વેચાણ શરુ કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત યાર્ડના સતાવાળાઓએ લોકોને સારી ક્વોલીટી તથા વ્યાજબી ભાવના ઘઉં મળે તે માટે યાર્ડ દ્વારા જ વેચાણ શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આજથી વેચાણ શરુ કરાયું હતું. યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ વાતચીતમાં કહ્યું કે ખાનાર વર્ગને સારી ક્વોલીટીના ઘઉં વ્યાજબી ભાવે મળે અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળી શકે તેવા બેવડા ઉદેશ સાથે આ પહેલ કરવામાં આવી છે.

જેમાં નફાને કોઇ મહત્વ અપાયું નથી. નહીં નફો-નહીં નુકશાન જેવા ધોરણે જ ભાવ નક્કી કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે મણના રૂા.680નો ભાવ નક્કી થયો હતો. ખરીદ ભાવની વધઘટ મુજબ વેચાણ ભાવમાં ફેરફાર થશે.

તેઓએ કહ્યું કે લગભગ તમામ પરિવારો બારે મહિનાના ઘઉં અત્યારે સીઝનમાં ખરીદતા હોય છે. ક્વોલીટી વગેરેની ખાસ સમજ પડતી નથી જ્યારે યાર્ડ દ્વારા ગુણવતાયુક્ત દેશી ઘઉં વેચાણમાં મુક્યા છે.

આ પહેલ સફળ રહેવાના સંજોગોમાં આવતા દિવસોમાં વધુ સીઝનલ ચીજો વેચાણમાં મુકવાનો નિર્ણય લેવાશે. આજે ઘઉંનું વેચાણ શરુ કરતા પૂર્વે સેક્રેટરી બી.આર. તેજાણી દ્વારા નારીયેળ વધેરવામાં આવ્યું હતું અને પવિત્ર છાંટણા કરાયા હતા. વાઇસ ચેરમેન વસંત ગઢીયા સહિતના ડાયેરક્ટરો હાજર રહ્યા હતાં.