રાજકોટમાં ટીઆરબી જવાનોની દાદાગીરી સામે શહેર કોંગ્રેસનો પુણ્ય પ્રકોપ

રાજકોટમાં ટીઆરબી જવાનોની દાદાગીરી સામે શહેર કોંગ્રેસનો પુણ્ય પ્રકોપ
રાજકોટમાં ટીઆરબી જવાનોની દાદાગીરી સામે શહેર કોંગ્રેસનો પુણ્ય પ્રકોપ

છાશવારે હેરાનગતિનો ભોગ બનતા લોકોને વીડિયો મોકલવા કોંગ્રેસની અપીલ: ગૃહમંત્રીનાં આદેશને ઘોડીને પી જતા ટ્રાફિક બ્રિગેડનાં સ્ટાફની ખુલ્લે આમ કનડગત સામે એલાને જંગ કરતી કોંગ્રેસ: ગૃહમંત્રીએ આદેશ આપ્યા છતાં જવાનો કેમ માનતા નથી? સર્વત્ર ચર્ચાતો સવાલ

ગુજરાતમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનોએ વાહનો ન રોકવા અને આમ જનતાની હેરાનગતિ ન કરવી એવો ખૂદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યો હોવા છતાં રાજકોટમાં ટીઆરબી જવાનોની ખુલ્લે આમ દાદાગીરી અને વાહન ચાલકોને બેફામ કનડગત ચાલુ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેની સામે શહેર કોંગ્રેસ દ્વારા જોરદાર લડત ઉપાડવામાં આવી છે. ટીઆરબી નાં જવાનોની ખુલ્લે આમ દાદાગીરી સામે કોંગ્રેસે લાલઆંખ કરી છે. હેરાનગતિનો ભોગ બનતા લોકોને વિડીયો ઉતારી શહેર કોંગ્રેસને મોકલી આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

શહેર કોંગ્રેસનાં અગ્રણીઓ જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, રણજીત મુંધવા અને ગોવિંદ સભાયાએ એક નિવેદનમાં એવો રોષ વ્યક્ત કર્યો છે કે ફાટીને ધુમાડે ગયેલા ટ્રાફિક બ્રિગેડનાં જવાનો શહેરીજનો પર રીતસર આતંક મચાવી રહ્યા છે.

હદ તો ત્યાં થઇ છે કે રાજ્યનાં ગૃહ પ્રધાનનો આદેશ પણ આ જવાનોએ અભેરાઈ પર ચડાવી દીધો છે અને ખુલ્લે આમ દાદાગીરી કરતા દેખાયા છે.કોંગ્રેસનાં આગેવાનોએ નિવેદનમાં જણાવ્યું છે કે, ટીઆરબી જવાનોએ વાહન રોકવા નહીં એવો ગૃહ રાજ્યમંત્રીનો આદેશ છે.

પરંતુ માનદવેતન પર કામ કરતા આ જવાનો એમની જાતને મોટા અધિકારી માનતા હોય તેમ ગૃહ રાજ્યમંત્રીનો આદેશ ઘોડીને પી ગયા છે. ગૃહમંત્રીનાં હુકમની એસીતેસી કરતા બનાવ રાજકોટમાં બની રહ્યા છે.

આવા એક બનાવમાં ટીઆરબી નો એક કર્મી બાઈકની ચાવી કાઢી લઇ રીતસરનો રોફ જમાવી દાદાગીરીથી ચાવીનો ઘા કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો જો હર્ષ સંઘવીએ જોયો હશે તો ચોક્કસ આગબબુલા થઇ ગયા હશે.

રાજકોટ શહેર કોંગ્રેસ શહેરીજનોની વ્હારે આવી છે. રાજકોટનાં કોઈપણ વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડવાળો મનમાની કરતો હોય, વાહનો રોકતો હોય કે ગેરકાયદે ઉઘરાણી કરતો હોય

તો વિડીયો ઉતારી શહેર કોંગ્રેસનાં આગેવાનોને એમના વોટ્સએપ પર મોકલી આપવા આગેવાનોએ જાહેર જનતાને અપીલ કરી છે. આગેવાનોનાં નામ અને નંબર આ પ્રમાણે છે.

Read About Weather here

(1) જશવંતસિંહ ભટ્ટી- મો- 9825222022, (2) ગોપાલ અનડકટ- મો- 8000003003, (3) રણજીત મુંધવા- મો- 93741 24335, (4) ગોવિંદ સભાયા મો- 99250 12882.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here