રાજકોટના શો રૂમમાં ત્રાટકતા તસ્કરો: 60થી વધુ મોબાઇલની ચોરી

રાજકોટના શો રૂમમાં ત્રાટકતા તસ્કરો: 60થી વધુ મોબાઇલની ચોરી
રાજકોટના શો રૂમમાં ત્રાટકતા તસ્કરો: 60થી વધુ મોબાઇલની ચોરી

દિવાળીમાં તસ્કરો બેફામ
અંદાજીત રૂ.6 થી 7 લાખનો મુદ્ામાલ ઉપડી ગયાનં પ્રાથમિક તપાસમાં તારણ
સી.સી.ટી.વી અને ડીવીઆર ઉપાડી જતા તસ્કરો જાણભેદુ હોવાની પોલીસને શંકા

એક તરફ દિવાળીનો તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ તસ્કરો શહેરમાં બેફામ બન્યા છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ફોનવાલા નામના મોબાઇલ શો રૂમમાં મોંઘાદાટ 60થી વધુ મોબાઇલની ચોરીની ઘટના સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં જાણભેદુએ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં નવા મોબાઇલ ફોનની ચોરી કરી તસ્કરો સીસીટીવી કેમેરાનું ઉટછ લઇ ફરાર થઇ ગયા છે.

શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરોનો તરખાટ રોજ બરોજ સામે આવી રહ્યો છે. પોલીસ ખૂબ સતર્ક છે એવો માહોલ ઉભો કરાયો છે જેની સામે ઘરફોડ ચોરીની સાથે આજે રાજકોટના ગોંડલ રોડ પર આવેલા મોબાઇલ ફોનના શોરૂમમાં મોંઘાદાટ મોબાઇલની ચોરીની ઘટના સામે આવી છે.

તસ્કરો લાખોની કિંમતના મોંઘાદાટ 60થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ એસીપી સહિતના અધિકારીઓ અને માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

મોબાઇલ ફોનના શોરૂમની સાથે બાજુમાં આવેલી ટીવીના શોરૂમમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ જગ્યાએથી કોઇ વસ્તુ ચોરી થઇ નથી. જ્યારે ફોનવાલા શોરૂમમાં તસ્કરો ઉપરના ભાગે ઙઘઙ તોડી હોલ કરી ચોરી કરી હતી

અને સાથે ચોરી કર્યા બાદ તસ્કરો સીસીટીવી કેમેરાનું ઉટછ લઇ ફરાર થઇ ગયા છે. હાલ માલવિયાનગર પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોની શોધખોળ કરવા તપાસ હાથ ધરી છે.

આ સાથે ચોરીના બનાવમાં કોઈ જાણભેદુ છે કે કેમ એ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં શોરૂમમાં કામ કરતા સ્ટાફ અને ગ્રાહકોની પૂછપરછ કરવામાં આવી રહી છે

એસીપી જી.એસ.ગેડમે આ અંગે જણાવ્યું હતું કે, મોબાઇલના શો રૂમની અંદર ચોરી થઇ છે તેમાં હાલ તો જાણભેદુ હોવાની શંકા છે. શોરૂમમાં કામ કરતા અને ખરીદી કરવા આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તસ્કરો સીસીટીવીનું ઉટછ પણ તોડીને લઇ ગયા છે. ટીવીના શો રૂમમાંથી ટીવીની ચોરી થઈ હતી તે અમને આગળથી જ મળી આવ્યું છે.

Read About Weather here

દિવાળીના તહેવારોમાં બહારગામ જાવ તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસ કમિશનરે સૂચના આપી છે. આથી તે વિસ્તારમાં વધારેમાં વધારે પેટ્રોલિંગ આપી શકીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here