કોરોના સંક્રમણ હદ વટાવતા રાજકોટ દોડી આવતા મુખ્યમંત્રી રૂપાણી

રાજકોટ
રાજકોટ

મોરબીમાં અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી, રાજકોટમાં પણ બેઠકોનો ધમધમાટ

Subscribe Saurashtra Kranti here

જિલ્લા કલેકટર સહિતના ટોચના અધિકારીઓ સાથે સઘન ચર્ચા, કોરોના કોઇપણ ભોગે રોકવા આદેશ, ટેસ્ટીંગ, રસીકરણ અને સંક્રમણ સહિતના મુદાઓપર મુખ્યમંત્રીના ધડાધડ આદેશો છૂટયા, જિલ્લા વહીવટી તંત્ર કોરોનાને ભરી પીવા માટે મુખ્યમંત્રીના પ્લાન મુજબ સજ્જ થયું

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાના હદ બહાર જઇ રહેલા સંક્રમણ અને એકધારા વધતા જતા મૃત્યુઆંકના કારણે વણસી ગયેલી પરિસ્થિતિને કારણે ચિંતાતુર થઇ ઉઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટ અને મોરબીની તાકિદની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને આવતા વેત બન્ને શહેરોમાં ઉચ્ચ અધિકારીઓને બોલાવી બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. કોઇપણ ભોગે કોરોનાની મહામારીને કાબુમાં લેવાની ખાસ રૂપ રેખા પર મુખ્યમંત્રી એ અધિકારીઓ સાથે સઘન ચર્ચા વિચારણા કરી હતી.

મુખ્યમંત્રીએ કોરોનાની પરિસ્થિતિ અને સ્થાનિક તંત્ર દદ્વારા લેવાય રહેલા પગલાની રજેરજની માહિતી મેળવી હતી. પરિસ્થિતિની સમીક્ષા કરીને તેમણે અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાતને પગલે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી કોરોના કાબુમાં લેવા રૂપાણીએ મોરબીમાં અધિકારીઓને બોલાવી જરૂરી સુચનાઓ આપી હતી અને પધ્ધતીસર તાકિદના પગલા લેવા મોરબી જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપ્યો હતો.

Read About Weather here

મોરબીની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી રૂપાણી વતન રાજકોટ આવ્યા છે. આજે શુક્રવારે બપોર બાદ રાજ્કોટ જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઇ છે. જેમાં મુખ્યમંત્રી રાજકોટ શહેરની પરિસ્થિતિના અહેવાલ સાંભળશે કોરોનાના નવા નવા કેસો રોજ વિક્રમી સપાટી પાર કરી રહયા છે અને મૃત્યુઆંક પણ વધી રહયો છે. આથી રૂપાણી વતનની સ્થિતિને લઇને વધુ ચિંતાતુર થઇ ઉઠયા છે. એ કારણે એમને આજે અચાનક વતનની મુલાકાત લીધી છે. કોરોના રોકવાની આખી બ્લુ પ્રીન્ટ તૈયાર થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. એ મુખ્યમંત્રીના કોરોના કંન્ટ્રોલ પ્લાન મુજબ પગલા લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મનપાનું તંત્ર પણ સજ્જ થઇ ગયા છે. સાંજ સુધીમાં નવા કોઇ નિર્ણયો અને પગલા જાહેર થવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here