રાજકુમાર રાવ અને વામિકા બિગ સ્ક્રીન પર રોમાન્સ કરતા નજરે પડશે

રાજકુમાર રાવ અને વામિકા બિગ સ્ક્રીન પર રોમાન્સ કરતા નજરે પડશે
રાજકુમાર રાવ અને વામિકા બિગ સ્ક્રીન પર રોમાન્સ કરતા નજરે પડશે

દિનેશ વિઝનની આગામી ફિલ્મમાં આ બન્ને પ્રેમીઓની અનોખી લવ સ્ટોરી

મોટા પરદા પર બહેતરીન અભિનય માટે મશહુર રાજકુમાર રાવ હવે ટૂંક સમયમાં જ વામિકા ગબ્બી સાથે મોટા પરદે રોમાન્સ કરતા જોવા મળશે. બન્ને દિનેશ વિઝનની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે.

રાજકુમાર રાવ અને વામિકાના ફિલ્મ રોમેન્ટિક કોમેડી જોનરની ફિલ્મ હશે. જેની વાર્તા એક નાના શહેર પર આધારિત છે. ફિલ્મની વાર્તા ગ્રામીણ ભારતમાં રહેતા એવા બે લોકો પર આધારિત છે જેમને અજબ ગજબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

આ ફિલ્મનું ડાયરેકશન કરણ શર્મા કરશે. જુલાઇમાં આ ફિલ્મનું શૂટીંગ શરુ થઇ શકે છે. રવિકુમાર રાવની અન્ય ફિલ્મોની વાત કરીએ તો તે આવનારા દિવસોમાં જાહનવી કપૂરની સાથે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’માં નજરે પડશે.

ક્રિકેટ સાથે સંકળાયેલી આ ફિલ્મમાં જાહન્વી મહિલા ક્રિકેટરનો રોલ કરી રહી છે. આ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન થઇ શકે છે. કારણ કે આ ફિલ્મને પોસ્ટ પ્રોડ્કશનનું ઘણું કામ બાકી છે.