રહસ્યમય સંજોગોમાં સસરા અને પુત્રવધુનું મોત

 રહસ્યમય સંજોગોમાં સસરા અને પુત્રવધુનું મોત
 રહસ્યમય સંજોગોમાં સસરા અને પુત્રવધુનું મોત

અત્રેના તરસાલી વિસ્તારમાં સોની પરિવારના સસરા અને પુત્રવધુના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા. જયારે મૃતક મહિલાના પતિ અને તેના પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં શેરડીના રસમાં મૃતકના પુત્રે શેરડીના રસમાં ઝેર ભેળવીને પિતા, પત્ની અને પુત્રને પીવડાવ્યું હોવાની સનસનીખેજ કબુલાત કરી હતી. પોલીસે પુત્ર સામે 302ની કલમ દાખલ કરી કાર્યવાહી કરતા પુત્રે પણ ઝેર પી લેતા તેને અને પુત્રને ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડયા હતા. દરમિયાન આ બનાવમાં એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ઘરના મોભી પુત્રે પોલીસને જાણ કર્યા વગર મૃતક પિતા અને પત્નીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

આ સનસનીખેજ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારના બિંદુબેન સોની અને તેના સસરા મનોહરલાલ સોનીનું રહસ્યમય રીતે મોત નીપજયું હતું. મનોહરલાલના પુત્ર ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વિના જ બન્નેના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા, જયારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

પોલીસે જયારે ચેતનભાઈની પુછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ઝાળીને ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા. શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવવામાં આવ્યું હતું.

પાડોશીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતા હતા, કયારેય કઈ ઝઘડો કે કાંઈ સાંભળવા મળતું નહોતું. બિંદુબેનના ભાઈ મનોજકુમાર સોનીએ જણાવ્યું હતું કે, રાત્રે આ ઘટના બની હશે. સવારે મારા બનેવીના મિત્રએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પછી તેઓનો ફોન આવ્યો હતો કે, તમારી બહેન, તેના સસરા અને તમારા ભાણિયાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

જેમાં સસરાનું મોત થઈ ગયું છે તો તેની બોડી ખસેડવાનું કહ્યું છે. પહેલા શેરડીનો રસ પીધો હોવાથી ફુડ પોઈઝનીંગ થઈ ગયું હોવાની વાત કરી હતી. પરંતુ આ તો ડોકટરનો વિષય છે. ચેતનભાઈ મારા બનેવી થાય, તેઓ સાથે કયારેય નાણાને લઈ વાત થઈ નથી. તેમને દેવું હોય તેવું તેઓએ કયારેય કહ્યું નથી. મારા ભાણિયાની સ્થિતિ ગંભીર છે તેવું ડોકટરનું કહેવું છે.

આકાશના મિત્રએ જણાવ્યું હતું કે, આકાશે મને ફોન કર્યો હતો કે, મેં તને વોટસએપમાં દવા લખીને મોકલી છે એ તું જલ્દી લઈને આવ. આથી હું દવા લઈને તેમના ઘરે ગયો હતો. ત્યાં આકાશના મમ્મી અને દાદાને ખૂબ ઉલ્ટી થતી હતી. આથી મેં બીજા એક મિત્રને કાર લઈને આવ તેવું કહ્યું હતું. આકાશ, તેના મમ્મી અને તેના દાદાને કારમાં લઈ જઈ સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા.

પરંતુ આકાશના દાદા અને તેની મમ્મીનું મોત નિપજયું હતું. જયારે આકાશની હાલત ગંભીર છે. આકાશના મમ્મી અને તેના દાદાના અંતિમસંસ્કાર તેમના પપ્પા ચેતનભાઈએ કર્યા છે. આકાશના પપ્પા પણ ક્રિટીકલ કન્ડીશન પર છે. ચેતનભાઈએ એવું કબુલ્યુ હતું કે, હા મેં શેરડીના રસમાં પોઈઝન ભેળવીને પરિવારને પીવડાવ્યું હતું. ચેતનભાઈને હાલ કોઈ બિઝનેસ નથી. પહેલા રિંગ મેન્યુફેકચરીંગનો ધંધો હતો. આકાશના પરિવારમાં રૂપિયા બાબતે થોડો પ્રોબ્લેમ હતો.