રંગે રમવાની મનાઇ, જયારે હોલીકા દહન અંગે પણ સરકારી સ્પષ્ટતાનો અભાવ

    holi-હોલીકા
    holi-હોલીકા

    Subscribe Saurashtra Kranti here

    મોડામાં મોડી રાત્રે 8 વાગ્યે હોલીકા દહન થાય તો પુજા અને પ્રદક્ષિણા કયારે?, રાતના 10 પછી ભાવિકોને હોળી પ્રદક્ષિણા અને પુજાની છુટ અપાશે?

    રાજકોટના વેપારીઓને હોળીના રંગ બેરંગ બન્યા, અંદાજે 1 કરોડનું નુકશાન

    રાજકોટમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 સુધી નાઇટ કફર્યુનો અમલ ચાલુ છે ત્યારે હોળીના દિવસે હોલીકા પ્રાગટ કયારે કરવું, કયાં સુધી પુજા અને પ્રદક્ષિણા કરવા અને સરકારે એમાં છુટ આપી છે કે કેમ એ વિશે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટા કરવામાં આવી નથી. જેના કારણે હોલીકા દહન કરનારા મંડળો અને ભાવિકો પણ મુંજવણમાં મુકાઇ ગયા છે. હોળી પ્રાગટય મોટા ભાગે થોડુક અંધારૂ થયા 8 વાગ્યે થાય છે. રાત્રે 10 વાગ્યે ઠરતી ચાલુ થઇ જાય તો ભાવીકો અને ખાસ કરીને બહેનોએ કયારે પ્રદક્ષિણા કરવી અને કયારે કયાં સુધી પુજા કરવી એ અંગે કોઇપણ ચોખવટ થઇ નથી. પરીણામે ભાવીકો દુવિધા ભરી સ્થિતિમાં છે.

    સરકારે પણ સત્તાવાર કોઇ ફોડ પાડયો નથી. માત્ર ધુળેટી વિશે સ્પષ્ટા છે. જાહેરમાં રંગે રમવાનું નથી, કોઇના પર રંગ ફેકવાનો નથી, પણ હોલીકા દહન અંગે સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ ચોખવટ કે સ્પષ્ટા કરવામાં આવે એવી લોક લાગણી છે. દરમ્યાન કોરોના પ્રેરીત નિયંત્રણોના પાપે એ રીતે રંગ રસીયાઓના ચહેરાનો રંગ ફીકો પડી ગયો છે. વેપારીઓ અને નાના મોટા ધંધાર્થીઓના ચહેરા ઉપરથી પણ નુર ઉડી ગયું છે. કેમ કે, મોટા પાયે ખરચો કરીને પીચકારી, અબીલ-ગુલાલ, રંગો અને ફુગ્ગા વગેરેની ખરીદી કરીને વેપારીઓ દુકાનો તથા લારી ગલ્લા સજાવીને બેઠા છે.

    Read About Weather here

    જો હવે રંગે રમવાની જ મનાઇ થઇ ગઇ હોય તો પછી માલ વહેચવો કઇ રીતે? કોણ લેવા આવશે. રાજકોટના અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, આ વખતે ધુળેટી પર્વ પર લોકો ખરીદી કરવાના નથી એ કારણે વેપારીને અંદાજે રૂ.1 કરોડ જેવું નુકશાન થશે તેમ હું માનું છું.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here