યુએઈમાં ભારે વરસાદનુ માટે આખરે શું કારણ?

યુએઈમાં ભારે વરસાદનુ માટે આખરે શું કારણ?
યુએઈમાં ભારે વરસાદનુ માટે આખરે શું કારણ?

દુબઈમાં મંગળવારે અનરાધાર વરસાદ માટે આખરે શું કારણ હતું? આ રણપ્રદેશમાં ભાગ્યે જ વરસાદ પડતો હોય છે ત્યારે મંગળવારે માત્ર 24 કલાકમાં દોઢ વર્ષનો વરસાદ એક સામટો પડી જતા ખાનાખરાબી સર્જાઈ હતી.

આના માટે ઘણા કારણો દર્શાવાઈ રહ્યા છે. એક કારણ કલાઉડ સીડીંગ પણ જણાવાયું છે. રિપોર્ટ મુજબ કૃત્રિમ વર્ષાના પ્રયોગથી આ જોરદાર વરસાદ યુએઈમાં પડયો છે. જો કે દેશના રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રે આ કારણને ફગાવી દીધું હતું.

એવા અહેવાલો છે કે, આ ભારે વરસાદનુ કારણ એક વાવાઝોડુ હતું જે અરબ પ્રાયદ્વીપથી થઈને ઓમાનની ખાડીને પાર જઈ રહ્યું છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ઘટના પાછળ ધરતીનું વધતું તાપમાન પણ હોઈ શકે છે. ગરમ કલાયમેટથી વધારે ભેજ થાય છે.

રિસર્ચમાં બહાર આવ્યું છે કે, તાપમાનમાં દર 1 ડીગ્રી સેલ્સીયસના વધારા માટે વાતાવરણમાં 7 ટકા વધુ ભેજ થઈ જાય છે જે વાવાઝોડાને વધુ ખતરનાક બનાવી દે છે, કારણ કે આથી વરસાદ ખૂબ જ તેજ બની જાય છે.