મ્‍યુનિસિપલ ગાર્ડનમાં રોમિયોગીરી કરતા ત્રણ શખ્‍સોને ઝડપી લેવાયા

મ્‍યુનિસિપલ ગાર્ડનમાં રોમિયોગીરી કરતા ત્રણ શખ્‍સોને ઝડપી લેવાયા
મ્‍યુનિસિપલ ગાર્ડનમાં રોમિયોગીરી કરતા ત્રણ શખ્‍સોને ઝડપી લેવાયા

મ્‍યુનિસિપલ ગાર્ડન ખાતે અહી(ંની સી-ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત જાહેરમાં નીકળતી યુવતીઓ-મહિલાઓ પર ચાંપતી નજર રાખી અને મશ્‍કરી કરવાના ઇરાદાથી લાજ શરમ વગરનું વર્તન કરતા હોવા અંગેની જાણ પી.એસ.આઇ. વી. બી. પીઠીયાને થતા આ કૃત્‍ય સબબ સલાયા ખાતે રહેતા હુસેન ઇસ્‍માઇલ ગંઢાર (૧૯), સાબીર અમિન ગજણ (રપ) અને રિઝવાન રજાક ભાયા (ર૪) નામના ત્રણ શખ્‍સોને પોલીસે ઝડપી લઇ અને કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

ખંભાળિયા પોલીસે ઉપરોકત ત્રણેય શખ્‍સો સામે ગુનો નોંધી, કાર્યવાહી એ.એસ.આઇ. જે. પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઇ. બી. જે. સરવૈયાની સૂચના મુજબ પી.એસ.આઇ. વી. બી. પીઠીયા રાજદિપસિંહ ભોપાલસિંહ, જયોતિબેન વેજાભાઇ, નિશાબેન આલાભાઇ વાઢીયા અને મણીબેન જોગલ દ્વારા કરવામાં આવી હતી.