મોરબી નજીક પેપર મિલમાં સાથી કર્મચારીએ પૂઠના ભાગેથી એર કમ્પ્રેસર વડે હવા ભરી દીધી

મોરબી નજીક પેપર મિલમાં સાથી કર્મચારીએ પૂઠના ભાગેથી એર કમ્પ્રેસર વડે હવા ભરી દીધી
મોરબી નજીક પેપર મિલમાં સાથી કર્મચારીએ પૂઠના ભાગેથી એર કમ્પ્રેસર વડે હવા ભરી દીધી

મોરબી નજીકના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ પેપર મીલમાં કામ કરતા યુવાનને પૂઠના ભાગેથી શરીરમાં એર કમ્પ્રેસર વડે હવા ભરી દેવામાં આવી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ પલક પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં કામ કરતો પરમતસિંગ રામધનસિંગ (40) નામના યુવાનને કામગીરી દરમિયાન તેની સાથે રહેલા અન્ય વ્યક્તિએ પૂઠના ભાગેથી એર કમ્પ્રેસર વડે હવા ભરી દીધી હતી જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.