મોરબીમાં PSI-કોન્સ્ટેબલની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન

મોરબીમાં PSI-કોન્સ્ટેબલની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન
મોરબીમાં PSI-કોન્સ્ટેબલની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન

મોરબીના રવાપર રોડે આવેલ મોરબીની નં-1 નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લાના પીએસઆઇ/કોન્સ્ટેબલની પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તા. 21 એપ્રિલથી ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે 
આ ટ્રેનિંગમાં એક પણ રૂપિયો ફી વિદ્યાર્થીઓએ ભરવાની નથી અને નિષ્ણાંત ફિઝિકલ કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે અને ટ્રેનિંગનો સમય સવારે 6:30 થી 7:30 અને સાંજે પણ 6:30 થી 7:30 સુધીનો છે તો મોરબીના જે વિદ્યાર્થીઓ  પરીક્ષાની તૈયારી કરતા હોય તે તમામ વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવે છે. અને ટ્રેનીંગ માટે રજીસ્ટ્રેશન 97272 47472 ઉપર કરાવવું ફરજિયાત છે