મોરબીમાં સરકારી બ્લડ બેંકમાં બ્લડની જરૂરિયાતને પૂર્ણ કરવા આવતીકાલે રક્તદાન કેમ્પ

મોરબીમાં સરકારી બ્લડ બેંકમાં બ્લડની જરૂરિયાતને પૂર્ણ કરવા આવતીકાલે રક્તદાન કેમ્પ.
મોરબીમાં સરકારી બ્લડ બેંકમાં બ્લડની જરૂરિયાતને પૂર્ણ કરવા આવતીકાલે રક્તદાન કેમ્પ.

મોરબી શહેરના ઉધોગપતિઓ કે જેને ખરા અર્થમાં શહેરના ભામાશાઓ કહી શકાય કે જેમણે ભારતમાં ભરમાં જ્યારે પણ‌ કોઈ જરૂરિયાત જણાઈ ત્યારે તન મન અને ધનથી વરસીને લોકોની તમામ જરૂરિયાતો પૂરી પાડી છે તદુપરાંત મોરબીના લોકોની રોજબરોજ ની નાનીમોટી સમસ્યાઓ ના સમાધાન માટે પણ હંમેશા કટિબદ્ધ રહે છે

‌       ‌ત્યારે મોરબીના જ એવા ઔધોગિક એકમો માના‌ એક એવા Alive Granito Pvt Ltd પરીવાર દ્વારા શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવનાર તમામ લોકોની નિઃશુલ્ક બ્લડની જરૂરિયાત પુર્ણ કરતી સરકારી બ્લ્ડબેંકની જરૂરિયાતને ધ્યાનમા લઈને તારીખ ૧૨/૦૪/૨૦૨૪ ના રોજ દિવસના ૩ વાગ્યાથી Alive Granito Pvt Ltd, ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર, મોરબી ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

આપણે ત્યાં માનવસેવા એજ પ્રભુ સેવા કહેવાય છે અને એમાં પણ રક્તદાન ને મહાદાન કહેવામાં આવે છે કારણકે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતુ રક્તદાન અન્ય ૩ લોકોને જીવનદાન પ્રદાન કરે છે ત્યારે  Alive Granito Pvt Ltd પરીવાર દ્વારા ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર, મોરબી ના આસપાસ ના વિસ્તારના તમામ લોકોને કેમ્પમાં હાજરી આપી આ  મહાદાન રુપી રક્તદાન કેમ્પને સાર્થક કરવા માટે સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.