મોરબીમાં ગેઇટના બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશાયી : 4ને ઇજા

મોરબીમાં ગેઇટના બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશાયી : 4ને ઇજા
મોરબીમાં ગેઇટના બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશાયી : 4ને ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં ગેઇટનું કામ કરતાં સમયે સ્લેબ તૂટી પડ્યો હતો.જેથી કરીને ચાર લોકોને નાની મોટી ઈજાઓ થવાથી અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ ઉપર સોસાયટીનો ગેઇટ બનાવવાનું કામકાજ ચાલુ હતું.ત્રાપા-ટેકા ગોઠવીને માલ ભરાઇનું કામ ચાલુ હતુ તે દરમિયાન સ્લેબ પડી ગયો હતો.જેથી ઇજા પામેલ જોગડીયાભાઈ અચનભાઈ ગેહલોત (40) રહે.વીસીપરા, મનસુખ મોહનભાઈ પરમાર (33) રહે.નેક્સસ સિનેમા સામે કંડલા બાયપાસ મોરબી, વિનોદ કાળુભાઈ મહિડા (18) રહે.વીસીપરા અને હારૂનભાઇ હમીરભાઈ કટિયા (50) રહે.વીસીપરાને ઇજાઓ થઈ હતી જેથી ચારેય ઈજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.
 

વૃદ્ધા સારવારમાં
હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી બચુબેન પ્રભુભાઈ માકાસણા નામના 70 વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસેથી કામ સબબ બહાર જતા હતા તે દરમિયાનમાં જાંબુડિયા ગામે આરટીઓ કચેરી નજીક તેના વાહન સાથે અન્ય વાહન અથડાતા તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેઓ નીચે પડી જતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
 

ફીનાઇલ
મોરબીના રફાળેશ્વર ગામે બે દિવસ પહેલા કિશન અરવિંદભાઈ સાધુ નામનો 19 વર્ષનો યુવાન સોડાની સાથે ફીનાઇલ મિક્સ કરીને પી ગયો હતો.જેથી તેને અસર થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.