મોરબીના ટીંબડી પાટીયે કોલસા ડેપોમાં આગ ભભૂકી

મોરબીના ટીંબડી પાટીયે કોલસા ડેપોમાં આગ ભભૂકી
મોરબીના ટીંબડી પાટીયે કોલસા ડેપોમાં આગ ભભૂકી

ફાયર બ્રિગેડે એકાદ કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

 મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ કોલસાના ડેપોમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરી એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલ સત્યમ કોલ ડેપોમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી કોલસાના વિશાળ જથ્થામાં લાગેલ આગ પાણીનો મારો ચલાવી બુઝાવી નાખી હતી.