મોબાઈલ લેવાના પૈસા ન હોવાથી યુવાને એસિડ પીધું

મોબાઈલ લેવાના પૈસા ન હોવાથી યુવાને એસિડ પીધું
મોબાઈલ લેવાના પૈસા ન હોવાથી યુવાને એસિડ પીધું

જૂનાગઢમાં મોબાઈલ લેવાના પૈસા ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળી યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢના ખડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતો આફતાબ અનીફભાઇ બ્લોચ  (ઉ.વ.20) એ ગઈકાલે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. 

વધુમાં મળેલ વિગત મુજબ, યુવક પાસે મોબાઈલ લેવા માટેના પૈસા એકઠા થતા ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યાનું બહાર આવ્યું છે. વધુમા યુવાન બે ભાઈ ચાર બહેનોમાં બીજો નંબર  અને રીક્ષા ચલાવે છે.