મોબાઇલ સેવાના ભાવમાં 15 થી 17 ટકાના ભાવ વધારાની તૈયારી

મોબાઇલ સેવાના ભાવમાં 15 થી 17 ટકાના ભાવ વધારાની તૈયારી
મોબાઇલ સેવાના ભાવમાં 15 થી 17 ટકાના ભાવ વધારાની તૈયારી

મોબાઇલ સહિતની સેવામાં ઉપયોગકર્તાઓ માટે હવે આગામી દિવસોમાં વધુ બીલ ચુકવવાની તૈયારી રાખવી પડશે. લોકસભા ચૂંટણી બાદ ટેલીફોન ટેરીફમાં ઓછામાં ઓછા 15 થી 17 ટકાનો વધારો નિશ્ર્ચિત મનાઇ રહ્યો છે. બીઝનેસ સ્ટાર્ન્ડન્ડના બે ટોચ મોબાઇલ કંપનીને આ ભાવ વધારાથી સૌથી મોટો ફાયદો થશે. સ્ટોક બ્રોક્ીંગ ફોરમ એન્ટીકના જણાવ્યા મુજબ છેલ્લે ડીસેમ્બર-2021માં મોબાઇલ સેવાના ભાવમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થયો હતો પછી મોબાઇલ કંપનીઓએ તેમના પ્લાનમાં થોડા ઘણા ફેરફાર કરીને અને લો-ટેરીફ પ્લાન બંધ કરીને પ્રતિ ઉપયોગ કરતાં દીઠ આવક વધારવા પ્રયત્ન કર્યો હતો.

જો કે એવરેજ રેવન્યુ જે પ્રતિ ગ્રાહક ગણાય છે તેમાં હાલ રૂા.208 મોબાઇલ કંપનીઓ મેળવે છે પરંતુ નાણાંકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં કંપનીઓએ તેના વધતા જતાં વહીવટી સહિતના ખર્ચને પહોંચી વળવા આ આવક રૂા.286 પ્રતિ ગ્રાહક કરવી જરૂરી છે.

ખાસ કરીને કંપનીઓએ જે રીતે ફાઇજી પ્લાનને અપગ્રેડ કર્યો છે તેના કારણે તેનો સંચાલન ખર્ચ વધી ગયોે છે. બ્રોકરેજ ફર્મના જણાવ્યા મુજબ આગામી સમયમાં જે રીતે ફાઇવ-જીને પૂરેપુરે રીતે રોલ-આઉટ કરવા માટે ટેલીકોમ કંપનીઓએ અંદાજે રૂા.75 હજાર કરોડનું નવું રોકાણ કરવું પડે તેમ છે. જ્યારે વોડાફોન-આઇડીયા કે જે લાંબા સમયથી નાણાંકીય મુશ્કેલીમાં છે તેણે ફાઇવ-જી પ્લાન માટે હજુ સુધી કોઇ તૈયારી કરી નથી.