મોટી પાનેલીમાં કાલે બળદોના લાભાર્થે ભવ્ય લોકડાયરો

મોટી પાનેલીમાં કાલે બળદોના લાભાર્થે ભવ્ય લોકડાયરો
મોટી પાનેલીમાં કાલે બળદોના લાભાર્થે ભવ્ય લોકડાયરો

મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા ભગીરથ સેવાકાર્ય

800 ગૌવંશના નિભાવ માટે ત્રણ કરોડના ખર્ચે આધુનિક રોડ બનાવવા આયોજન

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં દેવોના દેવ એવા મહાદેવનું પ્રિય પ્રતીક એવા નંદીઓને નિભાવવા માટેનો વિશાળ અને સુંદર બળદ કેમ્પ મોટી પાનેલીના મહાદેવ બળદ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષોથી ચાલવામાં આવી રહ્યો છે ત્યારે હાલ આ કેમ્પમાં કુલ 200 જેટલાં પશુઓનો નિભાવ થઈ રહ્યો છે.

મોટી પાનેલીમાં હાલ આ કેમ્પમાં વધુ પશુઓનો સમાવેશ કરવાની જગ્યા પૂરતીના હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા વધુ પશુઓના સમાવેશ કરવા માટે નવ વીઘા જમીનની ખરીદી કરી છે.

જ્યાં 800 જેટલાં અબોલા જીવોનો નિભાવ કરી શકાય તે માટે ત્યાં વિશાળ કેમ્પ બનાવવા અને બળદો માટે નવા આધુનિક રોડનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જેના માટે દેશ-વિદેશથી જીવદયા પ્રેમીઓ દાન આપી રહ્યા છે સાથે જ આ નિરાધાર બળદોના નિભાવ ખર્ચ અને નિર્માણાધીન કેમ્પના લાભાર્થે મોટી પાનેલીના હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં શનિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવી તેમજ સુપ્રસિદ્ધ ગાયિકા શીતલ બારોટ પોતાની વાણી દ્વારા શ્રોતાગણને મસ્તીમાં ડુબાડશે. લોકડાયરામાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત મહાદેવગીરી (અવધૂત આશ્રમ-જૂનાગઢ) સાથે પોરબંદર સંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, લલિતભાઈ વસોયા, ચિરાગભાઈ કાલરીયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ભામાભાઈ ચાવડા, પૂર્વ સંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય મીરાબેન જતીનભાઈ ભાલોડીયા, ગેલક્ષી ગૃપ રાજકોટના રાજેશભાઈ ભાલોડીયા, રાજુભાઈ ઝાલાવડીયા વગેરે મહેમાનો ઉપસ્થિત રહેશે.

Read About Weather here

મહાદેવ બળદ ટ્રસ્ના પ્રમુખ વિમલભાઈ વાછાણી તેમજ ટ્રષ્ટી જતીનભાઈ ભાલોડીયા દ્વારા મોટી પાનેલી તેમજ આજુબાજુના દરેક ગામોના લોકોને ડાયરામાં પધારી મહાદેવના પ્રતીક એવા નંદીના આ અબોલા જીવના કાર્યમાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here