મોટા મવામાં મહિલા પર દિયર, દેરાણી અને ભત્રીજાનો ઇંટથી હુમલો

મોટા મવામાં મહિલા પર દિયર, દેરાણી અને ભત્રીજાનો ઇંટથી હુમલો
મોટા મવામાં મહિલા પર દિયર, દેરાણી અને ભત્રીજાનો ઇંટથી હુમલો

મોટા મવામાં 4પ વર્ષીય મંજુબેન માંગરોળીયા પર તેના દિયર પ્રવિણ, દેરાણી, ભત્રીજાએ ઇંટથી હુમલો કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોટા મવામાં રૂચી સોસાયટીની બાજુમાં મફતીયાપરામાં રહેતા મંજુબેન વિનોદભાઇ માંગરોળીયા (ઉ.વ.4પ) આજે બપોરે પોતાના ઘરે હતા ત્યારે ધસી આવેલા તેમના દિયર પ્રવિણ, દેરાણી દિવાળીબેન અને ભત્રીજો આશિષે ઝડઘો કરી ઇંટથી હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. 

વધુમાં મળેલી વિગત મુજબ મહિલાના દિયર પ્રવિણ અવારનવાર દારૂના નશામાં તેણીના ઘરે ધસી આવી માથાકૂટ કરતો હોય, જેથી તેમને ઘરે આવવાની ના પાડતા તેનો ખાર રાખી દિયર અને તેના પરિવારે મહિલા પર હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.