વિકેટ-કીપર બેટર વિષ્ણુ વિનોદને હાથની ઈજાને કારણે TATA IPL 2024ની બાકીની મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટર હાર્વિક દેસાઈને રિપ્લેસમેન્ટ તરીકે સાઈન કર્યા છે.
ભાવનગરનો 24 વર્ષીય હાર્વિકની ત્રણેય ફોર્મેટમાં સદી છે અને તે ભારતની U19 ટીમનો સભ્ય હતો જેણે 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો.