મુંબઈમાં ગુજરાતી વેપારી સાથે છેતરપીંડી !

ગુજરાતી
ગુજરાતી

મુંબઇમાં ગુજરાતી વેપારી સાથે ૧૪ લાખની છેતરપીંડી: ત્રિપુટી પોલીસની પકડમાં

Subscribe Saurashtra Kranti here

પોતાની ઓળખ વિદેશી નાગરિક તરીકે આપીને મિત્રતા કર્યા બાદ ગુજરાતી વેપારી સાથે રૂ. ૧૪ લાખની છેતરપીંડી આચરવાના કેસમાં કફ પરેડ પોલીસે મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખં વિજય ઘાવરે, અખિલ બોરાડે અને બબીતા જોગદંડ તરીકે થઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર વેપારી ૨૬ ડિસેમ્બરે ઘરે હતો ત્યારે તેના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ ડો. સ્કોટ ન્યૂટન તરીકે આપી હતી અને તે લોસ એન્જલસમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. ન્યૂટને બાદમાં વેપારી સાથે ઓળખાણ વધારી હતી. દરમિયાન પુણેની હોસ્પિટલમાં માતા દાખલ હોવાથી પોતે તેને જોવા માટે ૨ જાન્યુઆરીએ આવી રહૃાો હોવાનું ન્યૂટને વેપારીને કહૃાું હતું અને તેણે લોજ એન્જલસથી મુંબઈ આવતી એરવેઝની ટિકિટ વ્હૉટસઍ પર મોકલી હતી.

Read About Weather here

પોતે છેતરાયો હોવાનું જણાતાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. વેપારીએ જે જે બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા, તેની માહિતી મેળવવામાં આવી હતી અને બાદમાં યોગ્ય તપાસ હાથ ધરીને ગુનામાં સંડોવાયેલી ત્રિપુટીને ઝડપી પાડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here