મીટર વગર વીજ વપરાશ કરી, વીજચોરી કેસમાં છુટકારો

મીટર વગર વીજ વપરાશ કરી, વીજચોરી કેસમાં છુટકારો
મીટર વગર વીજ વપરાશ કરી, વીજચોરી કેસમાં છુટકારો

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં પીજીવીસીએલના અધિકારીઓ મયુર રસીકલાલ કાલરીયા તથા દિનેશ ગોરધનભાઈ તથા રતનાભાઈ નકુમ વિગેરે દ્વારા વિજ ચોરી પકડવા બાબતે વિજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન ગઈ તા. 06/01/2020 ના રોજ અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કરતા હતા .

ત્યારે સાગર સુરેશભાઈ મકવાણાના માલીકીના ઘરમાં ચેકીંગ કરતા તેમણે કોઈ મીટર લીધેલ ન હોય ડાઈરેકટ ઘરમાંથી પીણા રંગનો 15 મીટરનો વાયર મારફત ઈલેકટ્રીક વિજ કનેકશન ડાઈરેકટ થાંભલામાંથી વિજ લાઈનનું જોડાણ કરી વિજ વપરાશ કરતા પકડાઈ ગયેલ જેથી સ્થળ ઉપર અધિકારીઓ દ્વારા રોજકામ કરવામાં આવેલ તથા મકાનના અને ડાઈરેકટ ફોટોગ્રાફી કરવામાં આવેલ આરોપી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવામાં આવેલ પોલીસે ઈલેકટ્રીસીટી એકટ 2003 ની કલમ-135 મુજબ ગુન્હો નોંધવામાં આવેલ અને આરોપીને વિજ ચોરીનું પુરવણી બીલ કંપાઉન્ડીંગ ચાર્જ સાથે રૂા. 54408/- નું બીલ ફટકારવામાં આવેલ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરીને તેના વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા બચાવ પક્ષના વકીલની દલીલો ધ્યાને લઈ ડિસ્ટ્રીકટ એન્ડ સેન્સસ જજએ આરોપી સાગર સુરેશભાઈ મકવાણાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.
આ કેસમાં આરોપી તરફે વકીલ અશરફ જુણેજા તથા વકીલ નિલય ઠાકર રોકાયેલ હતા.