માવઠુ વરસ્‍યા બાદ હવે ગરમી વધી

માવઠુ વરસ્‍યા બાદ હવે ગરમી વધી
માવઠુ વરસ્‍યા બાદ હવે ગરમી વધી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍ચ્‍છમાં બે દિવસ દરમિયાન માવઠુ વરસ્‍યા બાદ હવે અસહય ઉકળાટનો અનુભવ થવા લાગ્‍યો છે અને મહત્તમ તાપમાન ઉંચકાયુ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહયો છે.ત્‍યારે જુનાગઢમાં સવાર કરતા રાત્રે વધુ ર૯.૪ ડીગ્રી તાપમાન નોંધાતા સવારથી જ આકરી ગરમી શરૂ થઇ જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

નવા સપ્‍તાહના પ્રથમ દિવસે જુનાગઢ શહેરનું મહત્તમ તાપમાન વ્‍ધીને ૪૧ ડીગ્રીએ પહોંચી ગયુ હતુ અને આજે સવારે લઘુતમ તાપમાનનો પાર ગઇકાલની સરખામણીએ ૧.૮ ડીગ્રી ઉપર ચડીને ર૭.પ ડિગ્રીએ સ્‍થિર થયો હતો એટલું જ નહીં. રાત્રિનું તાપમાન પણ વધીને ર૯., ડીગ્રીએ પહોંચી જતા આજે સવારથી જ ગરમીનું મોજુ ફરી વળ્‍યું છે. બીજી તરફ આજે સતત બીજા દિવસે વાતાવરણમાં ભેજનુ઼ પ્રમાણ પ૯ ટકા રહયુ હતુ. જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૬ કિલો મીટરની નોંધાઇ હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા)  જામનગર તા. : બાજરા સંશોધન કેન્‍દ્ર  જાનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન  ર૬.પ,  મહતમ તાપમાન ૩૬, ભેજનું પ્રમાણ ૬૭ ટકા, પવનની ગતિ ૬.૯ કિ.મી. રહી છે.