મારી દિકરીને કેમ ફોન કરશ તેમ કહી માર માર્યો

મારી દિકરીને કેમ ફોન કરશ તેમ કહી માર માર્યો
મારી દિકરીને કેમ ફોન કરશ તેમ કહી માર માર્યો

સિકકા પોલીસ સ્‍ટેશનમાં ગોરધનભાઈ કાનજીભાઈ મઘોડીયા, ઉ.વ.રપ, રે. આમરા ગામ, વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, આમરા ગામે વાડી વિસ્‍તારમાં આરોપી હેંમતભાઈ પાચાભાઈ કટેશીયાએ તેની વાડીએ ફરીયાદી ગોરધનભાઈ મોટર રીપેરીગ કરવા ગયેલ ત્‍યારે આરોપી હેંમતભાઈએ ફરીયાદી ગોરધનભાઈને કહેલ કે મારી દિકરી પુનમને કેમ ફોન કરશ તેમ કહી ગાળો આપી આરોપી હેંમતભાઈ તથા અલ્‍પેશ હેમતભાઈ કટેશીયાએ સીમેન્‍ટના ઈલેકટ્રીક થાંભલા સાથે બાંધી બંન્‍નેએ લાકડાના ધોકાઓ વડે શરીર પર હાથ તથા પગ તથા વાસાના ભાગે માર મારી મુંઢ ઈજાઓ કરેલ તથા ભલાભાઈ પાચાભાઈ કટેશીયા આવી આરોપીઓએ ફરીયાદી ગોરધનભાઈને ઢીકકા પાટુનો માર મારી તથા પેશાબના ભાગે પાટુ વડે માર મારેલ તથા આરોપી હેમતભાઈએ મોબાઈલ માંથી ફરીયાદી ગોરધનભાઈના કાકા રમેશભાઈને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

બિમારી સબબ મહિલાનું મોત

અહીં ગુલાબનગર, રવિપાર્કમાં રહેતા ઈમરાનભાઈ અબાસભાઈ મુરીમા, ઉ.વ.૪૦ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ફિદાહુશેન અબાસભાઈ મુરીમા, ઉ.વ.૪પ વાળાને છેલ્લા આઠેક માસથી કેન્‍સરની બિમારી હોય અને છેલ્લા ચારેક મહિના પહેલા તેનું ઓપરેશ પણ કરાવેલ હતુ અને હાલ પણ તેની તબીયત સારી ન હોય અને સારવાર ચાલુ હોય જી.જી.હોસ્‍પિટલ ખાતે સારવાર દરમ્‍યાન મોત થયુ છે.

રનફેર નામનો જુગાર રમતો ઝડપાયો

અહીંસીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેષભાઈ રાણાભાઈ સાગઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  મયુર મેડીકલની બાજુમાં રાજ મંદિર કોલ્‍ડ્રીકસની બાજુમાં આરોપી રાહુલભાઈ મોહનભાઈ ગજેરા એ પોતાના મોબાઈલમાં ભારતમાં રમતા આઈ.પી.એલ. ર૦-ર૦ ક્રિકેટ ટુનામેન્‍ટમાં કલકતા નાઈટરાઈર્સ વિ.રાજસ્‍થાન રોયલ વચ્‍ચે રમાતા ર૦-ર૦ મેચમાં હારજીત કરી રનફેરના સોદાઓ કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્‍યાન રૂ.૪પ૦/- તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂ.પ,૦૦૦/- મળી કુલ રૂ.પ,૪પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે