મમતા બેનરજીનો ઈજાગ્રસ્ત થયા પહેલાનો વિડીયો સામે આવ્યો (1)

    mamta-benerjee-accident
    mamta-benerjee-accident

    મમતા બેનરજી ઈજાગ્રસ્ત

    મમતા બેનરજી બે દિવસ પહેલા નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતાં.

    પશ્ર્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતાને બુધવારે અકસ્માત નડ્યો હતો. નંદીગ્રામમાં ધક્કો વાગવાના કારણે મમતા ઘાલય થઈ ગયા હતાં. મમતા ઉમેદવારીપત્ર ભરવા જઈ રહૃાાં હતાં ત્યારે આ દૃુર્ઘટના સર્જાઈ હતી. મમતા બેનરજી ભીડનું અભિવાદન સ્વિકાર કરી રહૃાાં હતાં ત્યારે આ આખી ઘટના ઘટી હતી. મમતાએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસકર્મીઓ હાજર નહોતા ત્યારે ચાર-પાંચ લોકોએ તકનો લાભ લઈને તેમને ધક્કો માર્યો હતો. મમતા બેનરજીને પગ અને કમરના ભાગે ઈજા પહોંચી છે. હાલ તેમની કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયા બરાબર તેની પહેલાનો જ એક વીડિયો સામે આવ્યો છે.

    Subscribe Saurashtra Kranti here.

    મમતા બે દિવસ પહેલા નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતાં. મમતાને લઈને અહીં લોકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ દરમિયાન મમતા બેનરજી તેમની કાર નજીક જ પડી ગયા હતાં અને તેમને પગના ભાગે અને કમરના ભાગે ઈજા પહોંચી હતી. આ મામલે મમતાએ ભાજપને જવાબદાર ઠેરવી હતી. મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ભાજપના ચાર-પાંચ લોકોએ મને ચક્કો મારીને પાડી દીધી હતી. હવે મમતા ઈજાગ્રસ્ત થયા તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મમતાની આસપાસ મોટી સંખ્યામાં લોકોની ભીડ છે.

    Read About Weather here

    વીડિયોમાં એ પણ સ્પષ્ટ જોવા મળે છે કે, કારના ફૂટબોર્ડ પર ઉભા રહીને સમર્થકોનું અભિવાદન સ્વિકારી રહૃાાં છે. આ દરમિયાન ધક્કો વાગવાથી તે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ટીએમસીના એક સમર્થકે કહૃાું હતું કે, જ્યારે અકસ્માત થયો ત્યારે કારનો અડધો દરવાજો ખુલ્લો હતો અને મમતાના અંગત સુરક્ષાકર્મીઓ પણ ત્યાં હાજર હતાં. ઘટનાસ્થળ પર હાજર લોકોનું માનવું છે કે, યોગ્ય રીતે ભીડનું મેનેજમેન્ટ ના હોવાના કારણે આ દૃુર્ઘટના સર્જાઈ હતી. આમ મમતા બેનરજીના ભાજપ પરના આરોપો પાયાવિહોણા સાબિત થાય છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here